ગાંધીનગરમાં સત્તા પલટાથી મ્યુનિ. ભાજપનાં સમીકરણ બદલાશે?

અમદાવાદ: છેલ્લા એક દાયકાથી વધુ સમય સુધી મ્યુનિ. કોર્પોરેશનમાં સત્તાનાં સૂત્રો સંભાળનાર મ્યુનિ. ભાજપ માટે લગભગ ૧૪ વર્ષ બાદ પહેલી વાર ગુજરાતના મુખ્યપ્રધાન અમદાવાદ બહારના છે. ગાંધીનગરમાં સત્તા પરિવર્તનના કારણે મ્યુનિ. ભાજપનાં સમીકરણ પણ બદલાશે તેમ જાણકાર વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

મ્યુનિ. ભાજપમાં આ સત્તા પરિવર્તનથી કેટલાક હોદ્દદારો કે કેટલાક કોર્પોરેટરોના કદમાં વધારો કે ઘટાડો થશે, જે અગાઉથી ઉચ્ચ હોદા પર બિરાજમાન છે તેવા મેયર ગૌતમ શાહના આત્મવિશ્વાસમાં વધારો થશે, જ્યારે તેમની સાથે-સાથે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન રશ્મિકાંત શાહ, વેજલપુરના કોર્પોરેટર દિલીપ બગથ‌િરયાને પણ નવો પ્રાણવાયુ મળશે. કોર્પોરેશનમાં હાંસિયામાં ધકેલાઇ ગયેલા પૂર્વ મેયર અમિત શાહને પણ ભવિષ્યમાં નવી ઇનિંગ રમવા મળે તેવી આશા બંધાશે.

જ્યારે ડેપ્યુટી મેયર પ્રમોદાબહેન સુત‌િરયા, દંડક લાલાભાઇ ઠાકોર તેમજ જતીન પટેલ, દિનેશ દેસાઇ, પુષ્પાબહેન મિસ્ત્રી, ભાવનાબહેન પંડ્યા જેવા અન્ય કોર્પોરેટરોનું ગાંધીનગરના તખ્તાપલટાથી આગામી દિવસોમાં કદ ઘટે તેવી પણ ચર્ચા છે.

મ્યુનિ. ભાજપનાં વર્તુળોના જણાવ્યા અનુસાર પૂૃર્વ મુખ્યપ્રધાનના વિસ્તારના નામે અમુક કોર્પોરેટરોના કેટલાક અંશે ધાર્યું કરાવવાના પ્રયાસ પણ હવે પછી ઓછા થશે. આની સાથે-સાથે આગામી દિવસોમાં ભાજપ હાઇકમાન્ડ સાથેની વફાદારીના માપદંડ પણ બદલાશે. આપણો દેશ ઊગતા સૂરજને પૂજનારાઓનો દેશ હોઇ આ બાબત સ્વાભાવિક રીતે બનશે.

You might also like