ગાંધીનગર મનપામાં ટાઈ, ભાજપ-કોંગ્રેસનો ૧૬-૧૬ બેઠક પર વિજય

ગાંધીનગરઃ  ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરીનું પરીણામ જાહેર થઇ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને  પક્ષોએ 16-16 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે. ગાંધીનગર ખાતે સવારે નવ વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે અને સવારથી જ અહીં ખરાખરી અને રસાકસીનો જંગ જામ્યો હતો. ત્યારે પરિણામ ટાઇમાં પરિણામ્યું છે. બંને પક્ષોએ 16-16 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે.

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો  વોર્ડ-1, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 6માં ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર-3 માં ત્રણ બેઠક પર ભાજપ જ્યારે એક પર કોંગ્રેસનો વિજય થયો છે.  જ્યારે વોર્ડ  નંબર ચારમાં ત્રણ સીટો પર ભાજપ જ્યારે એક સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નંબર -8માં ત્રણ ભાજપ અને એક સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે.  જ્યારે વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 5 અને  વોર્ડ-7માં કોંગ્રેસનો વિજય થયો છે.  આમ બંને પક્ષે 16-16 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો છે અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઇ થઇ ગઇ છે.

સવારથી જ બંને પક્ષે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. આઠ વોર્ડમાં ગણતરી ચાલી રહી હતી. ત્યારે બંને પક્ષોમાં ઉત્સુકતા હતી. ત્યારે પરિણામને અંતે બંને પક્ષોએ 16-16 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે. ત્યારે હવે ગાંધીનગરમાં હોર્સ ટ્રેડિંગની  શક્યતા  જોવા મળી રહેશે. રાજ્યમાં ચૂંટણી કમીશન ટોસ દ્વારા વિજેતા જાહેર કરી શકે તેવી પણ શક્યતાઓ સામે આવી રહી છે. તો ચિઠ્ઠી ઉછાળીને પણ નિર્ણય કરી શકાય છે. રાજયનું ચૂંટણી પંચ પરિણામ બાદ હોર્સ ટ્રેડિંગ માટે સક્રિય થઇ ગઇ છે.

8 બેઠકોની 32 બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ઉલ્લેખનિય છે કે ગત સમય કરતા આ વખતે 7 ટકા ઓછુ મતદાન થયું છે. આ વખતે 52 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે પાટીદારોની નારજગી કે અન્ય મુદ્દાઓની અસર આ વખતની ચૂંટણીમાં જોવા મળી છે. ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં 108 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થવાનો છે.

ત્યારે કોઇ અન ઇચ્છનિય ઘટના ન બને તે માટે ચુંસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર  મનપા ચૂંટણીને લઇને વિજય રૂપાણીનું નિવેદન આપ્યું છે કે ગાંધીનગર સ્માર્ટ સીટી બને તેવા અમારા પ્રયાસો અને અહીંની પ્રજા ભાજપની સાથે છે. કોંગ્રેસ પાસે કોઇ મુદ્દો નથી.

You might also like