પાટનગરમાં રાજકીય ઘમાસાણ, મહાનગર પાલિકામાં મેયર પદની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ

આજે ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા યોજાશે જેમાં મેયર પદ માટે ચૂંટણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પાસે 16-16 બેઠક હતી. પરંતુ જે તે સમયે કોંગ્રેસના પ્રવિણ પટેલે મેયર પદ માટે કોંગ્રેસમાંછી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.

પ્રવિણ પટેલ ભાજપમાં જોડાઈને મેયર બનતા કોંગ્રેસે પક્ષાંતર ધારા હેઠળ કેસ કર્યો હતો. જો કે આ કેસની વચ્ચે પણ પ્રવિણ પટેલે પોતાની મેયર પદનો સમયગાળો પુરો કર્યો હતો. જોકે, 2.5 વર્ષની પ્રથમ ટર્મ પુરી થતાં ફરીથી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

જો કે ગાંધીનગગર મહાનગરપાલિકામાં આ વખતે મેયરની બેઠક મહિલા માટે અનામત છે. આમ હાલ તો ભાજપ પાસે પ્રવિણ પટેલ સહિત 17 સભ્યોનું સંખ્યા બળ છે અને કોંગ્રેસ પાસે 15 સભ્યોનુ સંખ્યાબળ છે ત્યારે હવે નવા મેયર તરિકે કોની નિમણૂંક થશે તેના પર લોકોની નજર રહી છે.

You might also like