ગાંધીનગરઃ મનપાની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસની યાદી જાહેર

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ચૂંટણીના જંગની તૈયારી ચાલી રહી છે. ગાંધીનગરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ બીજી વખત ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આઠ વોર્ડ માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી નિશિત વ્યાસના નેતૃત્વમાં આ પસંદગી કરવામાં આવી છે. તો ભાજપ તરફથી પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાની આગેવાનીમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. બન્ને પક્ષો દ્વારા હવે અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગર પાલિકા પર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. ત્યારે સત્તાપર આવવા માટે ભાજપે તેમની યાદીમાં થોડા ફેરફારો કર્યા છે.
ભાજપના ઉમેદવારોના નામની યાદી
વોર્ડ નં -1 – નિતીન પટેલ, જગા બાપુ, બરખાબેન જહાં, હર્ષાબેન ઘાંધલ
વોર્ડ નં – 2 – અમિત દેસાઇ, કંકુબેન ખાંટ , મલાજી ઠાકોર, અસ્મિતા ચુડાસમા
વોર્ડ નં- 3 – મહેન્દ્ર સિંહ રાણા, પ્રિતીબેન દવે, રીટાબેન પટેલ, જયદેવ પરમાર
વોર્ડ નં- 4 – સુભાષ પટેલ, નિશાબેન શુક્લ, પ્રવિણાબેન દરજી, ધીરૂભાઇ ડોડિયા
વોર્ડ નં- 5 – ગોવિંદ પરમાર, રેણુકા પટેલ, અમરત દેસાઇ
વોર્ડ નં- 6 – કાર્તિક પટેલ, નાઝા ગાંગર , પાર્વતિબેન પરમાર
વોર્ડ઼ નં- 7 – રૂચિર ભટ્ટ, દર્શના બેંકર, ધનશ્યામ પટેલ, શિલ્પાબેન પ્રજાપતિ
વોર્ડ નં -8 – મનુભાઇ પટેલ, નરેશ પરમાર, પિનાબેન, પ્રવિણાબેન વોરા

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આજે આઠ વોર્ડની 32 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે.

કોંગ્રેસના ઉમેદવારોના નામની યાદી
વોર્ડ નં-1 – સરોજબેન ચૌધરી, વર્ષાબા ચાવડા, હર્ષિત પંડ્યા, જ્યંતિ પટેલ
વોર્ડ નં – 2 – શૈલેન્દ્રસિંહ વિહોલા, હસમુખ મકવાણા, લીલીબેન ઠાકોર
વોર્ડ નં -3 – પ્રવિણ પટેલ, ભાવના વ્યાસ, રંજનબેન રામાવત, નામદેવ વરસત,
વોર્ડ નં – 4 – રાજશ્રી પંચોલી, ગૌરીબેન વાઘેલા, મયુર મહેતા, અંકિત બારોટ
વોર્ડ નં – 5 – ચમન વંઝુડા, જીતુ રાઇકા, નીમાબેન વાઘેલા, રમીલાબેન વાધેલા
વોર્ડ નં – 6 – લાલુભા વાઘેલા, પીન્કી પટેલ, ઇશ્વર ઠાકોર,
વોર્ડ નં – 7 – હીરલબેન જોષી, જયરાજસિંહ વાઘેલા, રાકેશ પટેલ, ઉર્મીલા વર્મા
વોર્ડ નં – 8 – મુકેશ પટેલ, અજીત પરમાર, પાયલબેન મેનત, શારદાબેન ચૌધરી

ગાંધીનગર મહાનગર પાલિકાની 24 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સામેના પક્ષના ઉમેદવારને માત આપી શકે તેવા ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા બન્ને પક્ષોએ સંપન્ન કરી લીધી છે.

આ વખતે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી 8 વોર્ડમાં યોજાશે. જેમાં 32 બેઠકો પર ઉમેદવારો ચૂંટણી લડશે. ગાંધીનગરમાં કુલ 1 લાખ 50 હજાર 268 મતદારો છે. જેમાંથી પુરુષ મતદારો 77 હજાર 696 અને મહિલા મતદારો 72 હજાર 572 છે. જેઓ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 32 બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા 202 મતદાન મથકો ઉભા કરવામાં આવશે, અને 242 ઈવીએમ મૂકવામાં આવશે. તો મતદાનની પ્રક્રિયાની કામગીરી માટે 1 હજાર જેટલા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. જ્યારે સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે 800 પોલીસકર્મીઓ તૈનાત કરાવામાં આવશે.

You might also like