રાજ્યનાં સિનિયર IAS અધિકારીઓની બદલી, અમદાવાદ મ્યુનિ. કમિશ્નર પણ બદલાયાં

ગાંધીનગરઃ રાજ્યનાં 21 સિનિયર IAS ઓફિસરોની બદલી કરવામાં આવી છે. અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશ્નર પદે વિજય નેહરાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે અરવિંદ અગ્રવાલને વન વિભાગનાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયાં છે. સુજિત ગુલાટીની GSFCનાં MD પદે નિમણૂંક કરવામાં આવી છે.

વડોદરાનાં મ્યુનિસિપલ કમિશ્નર પદે અજય ભાદુની નિમણૂંક કરવામાં આવી છે. ટી. નટરાજનને GSPCનાં મેનેજિંગ ડાયરેકટર બનાવાયાં છે. જ્યારે એમ એસ. ડાગુરની GNFC ભરૂચમાં બદલી કરવામાં આવી છે તેમજ વિપુલ મિશ્રાની ACS તરીકે શ્રમ રોજગારમાં બદલી કરવામાં આવી છે.

એ. એમ. તિવારીને ગૃહ વિભાગનો હવાલો સોંપાયો છે જ્યારે સંગીતા સિંહને GADનો ચાર્જ સોંપાયો છે. એ.કે. રાકેશને પંચાયત અને રૂરલ ડેવલપમેન્ટમાં મુકવામાં આવ્યાં છે. તો સંદીપ કુમારને ખાણ ખનીજ વિભાગનો હવાલો સોંપાયો છે. વિનોદ રાવની પણ કૃષિ અને સહકાર વિભાગમાં બદલી કરવામાં આવી છે.

જ્યારે મનોજ અગ્રવાલની સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં બદલી કરાઈ છે. લોચન શહેરાની શહેરી વિકાસ વિભાગમાં બદલી કરવામાં આવી છે. જ્યારે મુકેશકુમારને પ્રાયમરી અને સેકન્ડરી શિક્ષણનો હવાલો સોંપવામાં આવ્યો છે.

You might also like