ગાંધીનગરઃ કેબીનેટની બેઠકમાં વિવિધ બાબતોની ચર્ચા

ગાંધીનગરઃ ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં લોક સંવાદ સેતુ કાર્યક્રમના અનુભવો પણ મંત્રીઓ દ્વારા શેર કરવામાં આવશે. આ બેઠકમાં “મા અન્નપૂર્મા યોજના” અંગે મંત્રીઓને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ “મા અન્નપૂર્ણા યોજના”નું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે. આ યોજનાનો અમલ આવતી કાલથી કરવાનો છે. ત્યારે આજની બેઠકમાં અન્નપૂર્ણા યોજના અંગે ચર્ચા મુખ્ય રહેશે. ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનો અમલ એપ્રિલ મહિનાથી થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. આ સાથે 14થી 24 એપ્રિલ દરમ્યાન યોજનાર વિવિધ લક્ષી કાર્યોની સમીક્ષા પણ મંત્રીમંડળની કેબીનેટ બેઠકમાં કરવામાં આવશે.

You might also like