CM રૂપાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાશે કેબિનેટની બેઠક

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં નીતિ વિષયક બાબતો સહિત અનેક યોજનાઓનાં અમલીકરણ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. ખાસ કરીને આ બેઠકમાં બિનઅનામત વર્ગનાં સંદર્ભ તથા તેમનાં લાભ માટે ચર્ચા કરવામાં આવશે.

તો મહત્વનું છે કે આ સાથે હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસ આંદોલન અંગે પણ વિમર્શ કરવામાં આવશે. આ ઉપરાંત આજની બેઠકમાં રાજ્યભરનાં વરસાદની સ્થિતિ, વાવણી સહિત કૃષિનાં અન્ય મુદ્દાઓને પણ આવરી લેવામાં આવશે. તો વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓને લઈને પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.

You might also like