VIDEO: આવતી કાલે કમલમ્ ખાતે યોજાશે ભાજપની મહત્વપૂર્ણ બેઠક

ગુજરાતઃ 18મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે ચૂંટણી પરિણામને લઈને આવતી કાલે કમલમ્ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે.

આ બેઠકમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભૂપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતનાં ભાજપનાં હોદ્દેદારો હાજર રહેશે. વધુમાં આ બેઠકમાં આચારસંહિતા ઈન્ચાર્જ અને વિધાનસભા ચૂંટણી એજન્ટ સાથે ચર્ચા કરવામાં આવશે. તો મતગણતરી અને વ્યવસ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલ બે તબક્કામાં યોજાઇ ગઇ છે. જેમાં 9મી તારીખે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ ગયું અને 14મી તારીખે બીજા તબક્કાનું મતદાન યોજાઇ ગયું.

હવે આ બંને તબક્કાને લઇ ચૂંટણીનું પરિણામ 18મીએ હવે જાહેર થવા જઇ રહ્યું છે. ત્યારે ભાજપ પક્ષ તરફથી આવતી કાલે કમલમ્ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરવામાં આવશે. તેમજ મતગણતરીને લઇ તેની વ્યવસ્થા અંગે પણ બેઠકમાં વિવિધ ચર્ચાઓ કરવામાં આવશે.

You might also like