ગાંધીધામ જીઅાઈડીસી નજીકથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પણ વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતી ગેંગ સક્રિય છે. ગઈ મોડી રાતે કચ્છના ગાંધીધામ જીઅાઈડીસી નજીકથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક કન્ટેનર ઝડપી લઈ લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અા અંગેની વિગત એવી છે કે બોર્ડર રેન્જના અધિકારીને એવી બાતમી મળી હતી કે પરપ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરી અાવેલ એક કન્ટેનર ગાંધીધામ જીઅાઈડીસી પાસે પાર્ક કરવામાં અાવ્યું છે અને ક્યાંથી જ કટિંગ થવાનું છે. અા બાતમીના અાધારે અારઅાર સેલે જીઅાઈડીસી નજીક છાપો મારી કન્ટેનર કબજે કરી તલાશી લેતાં તેમાંથી િવદેશી દારૂ ભરેલી ૮૯૭ પેટી મળી અાવી હતી. જેની કિંમત અાશરે રૂ. ૩૦ લાખથી વધુ થતી હોવાનું જાણવા મળે છે. જોકે કન્ટેનરનો ચાલક અને ક્લિનર રાતના અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અા ઉપરાંત દાહોદમાં સ્ટેશન રોડ પર સરસ્વતી સ્કૂલ પાસેથી પોલીસે એક જીપ ઝડપી લઈ તપાસ કરતાં તેમાં શાકનાં પોટલાં હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોલીસે શાકનાં પોટલાં ખસેડી વધુ તપાસ કરતાં શાકનાં પોટલાં નીચે સંતાડેલ વિદેશી દારૂ ભરેલી ૭૬ પેટીઓ મળી અાવી હતી. તેની કિંમત અાશરે રૂ. ૪ લાખ જેટલી થાય છે. પોલીસે જીપ પણ કબજે લઈ બે શખસની ધરપકડ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like