કુલભૂષણ મુદ્દે ગાંધીજીના પૌત્રએ પાક. રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

નવી દિલ્હી : ભારતનાં પૂર્વ નૌસેના ઓફિસર કુલભૂષણ જાદવને પાકિસ્તાનની લશ્કરી કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવાનો મુદ્દો હાલ વિવાદિદ બન્યો છે. કુલભૂષણ જાદવનાં મુદ્દે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ લોકસભા અને રાજ્યસભામાં પણ નિવેદન આપ્યું. કુલભૂષણ જાદવનાં મુદ્દે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ લોકસભા અને રાજ્યસભામાં પણ નિવેદન આપ્યું.

અલગ અલગ પાર્ટીઓનાં સાંસદોએ પણ આ મુદ્દે સરકાર પર દબાણ કરવાનાં પ્રયાસો કર્યા. એવા સમયે મહાત્માગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિનાં નામે પત્ર લખ્યો. ગાંધીએ લખ્યું કે સર, પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા કુલભૂષણ જાદવને ફાંસીની સજા ફટકારવામાં આવી. માનવતા અને ઇન્સફાની દ્રષ્ટીએ તમને આ ઓર્ડર રદ્દ કરવાની અપીલ કરીએ છીએ.

જાધવ ભારતીય નૌસેનાનાં સીનિયર લેવલનાં અધિકારી રહી ચુક્યા છે અને ભારતનાં નાગરિક છે. આ સમયે તે પાકિસ્તાનની કસ્ટડીમાં છે. ગાંધીએ લખ્યું કે હું તે વ્યક્તિને દયા કરવાની ગુજારિશ કરૂ છું તે મારી ડ્યુટી છે. હાલનાં અતીતમાં આ પ્રકારની દયાની અપીલ મે અમારા રાષ્ટ્રપતિને પણ કરી હતી.

ગાંધીએ કહ્યું કે, મારી તમને અપીલ છે કે તમે તમારા ઉચ્ચ પદ અને શક્તિઓનો ઉપયોગ કરીને સૈન્ય કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને રદ્દ કરો. આ અપીલ માત્ર એક વ્યક્તિનું જીવન અધરમાં લડકવાની પીડાથી નથી ઉપજ્યું. આ માધ્યમથી તમને એક એવી તક પ્રાપ્ત થઇ છે જેના દ્વારા તે લોકોની વચ્ચે તે પ્રકારનો ભરોસો અને આશાનું વાતાવરણ બની શકે છે જે તે સ્વિકારે છે કે ભારત અને પાકિસ્તાન એક બીજાની વિરુદ્ધ ધૃણાનું વાતાવરણમાં નથી રહી શકતા.

You might also like