મોદીના રહસ્ય જાણે છે ગાંધી પરિવાર, એટલા માટે PM કરશે નહી કાર્યવાહી: કેજરીવાલ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું કે તે ગાંધી પરિવાર વિરૂદ્ધ કોઇ પગલાં ભરતાં નથી, તેના દ્વારા ખબર પડે છે કે ગાંધી પરિવાર મોદીના કેટલાક રહસ્ય જાણે છે.

કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે ‘ગાંધી પરિવાર પાસે મોદીજીના કેટલાક રહસ્યો છે. એટલા માટે મોદીજી ક્યારે ગાંધી પરિવાર વિરૂદ્ધ કોઇ પગલાં ભરતાં નથી.’ આ પહેલાં કેજરીવાલે ઓગસ્ટા વેસ્ટલેંડ વીવીઆઇપી હેલિકોપ્ટર ડીલ પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સાંઠગાંઠના આરોપ લગાવી ચૂક્યા છે.

કેજરીવાલે શુક્રવારે મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તે ગંભીરતાપૂર્વક ઓગસ્ટા વેસ્ટલેંડ મુદ્દે તપાસ કરી રહી નથી. તેમણે કહ્યું હતું કે જો કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર નિવારણ શાખાને દિલ્હી સરકારના હવાલે કરી દે, તો તે બતાવી દેશે કે આ કેસની તપાસ કેવી રીતે કરાઇ છે. કેજરીવાલની આમ આદમી પાર્ટીએ શનિવારે સોનિયા ગાંધીની ધરપકડની માંગ કરતાં દિલ્હીમાં પ્રદર્શન કર્યું હતું.

You might also like