ગાંધી બ્રિજ પર રડતી દોઢ વર્ષની બાળકી મમ્મી, મમ્મી બોલી અને…

અમદાવાદ: ગાંધીબ્રિજ પર પોતાની દોઢ વર્ષની બાળકીને મૂકીને નદીમાં કૂદી પડેલી મહિલાને રિવરફ્રન્ટ પર હાજર ફાયર એન્ડ રેસ્કયુ ટીમે બચાવી લીધી હતી. બ્રિજ પર ઊભેલા લોકોએ ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમને બિરદાવી હતી. કેટલાક લોકોએ ફાયરબ્રિગેડના જવાનોને રોકડ ઇનામ પણ આપ્યું હતું.

ગઇ કાલે સાંજે ના સમયે શહેરના કાળી ગામમાં રહેતી ઉર્મિલા (નામ બદલેલ છે.) પોતાના પતિના ત્રાસથી કંટાળીને દોઢ વર્ષની પુત્રી સાથે આપઘાત કરવા આવી હતી. પરંતુ પુત્રી સતત રડતી હોઇ તે જોઇને તેને બ્રિજ પર જ રડતી મૂકીને સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. ઉર્મિલાની દોઢ વર્ષની દીકરી રડતાં રડતાં મમ્મી-મમ્મી બોલતી હતી. જેથી બ્રિજ પરથી પસાર થતા લોકો એકત્ર થઇ ગયા હતા. સાબરમતી રિવફ્રન્ટ પર તૈેનાત ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમનું ઘ્યાન જતાં હેમખેમ બહાર કાઢી હતી. રેસ્કયુ ટીમની કામગીરી જોઇને બ્રિજ પર ઊભેલા લોકોએ તેને બિરદાવી હતી.

રેસ્કયુ અને પોલીસ ટીમે જ્યારે ઉર્મિલાને તેના ઝંપલાવાનું કારણ પૂછયું તો તેને કબૂલાત કરી કે, તે તેની દીકરીને લઇને કૂદવાની હતી પણ તેના જીવ ના ચાલ્યો માટે તે તેને બ્રિજ પર મૂકીને કૂદી ગઇ હતી. વધુ તેને જણાવ્યું કે તેનો પતિ રોજ દારૂ પીને તેને મારતો હતો અને ત્રાસ આપતો હતો માટે તેને આપઘાત કરવાનું નક્કી કર્યું.

You might also like