યુપીમાં સ્કૂલમાં નોકરી માટે મહાત્મા ગાંધી-અમિતાભ બચ્ચને અરજી કરી!

લખનૌ: લખનૌની સરકારી સ્કૂલોમાં સહાયક શિક્ષકોની ભરતી માટે જગ્યાઅો બહાર પડી. અા નોકરીઅો માટે જે લોકોઅે અરજી કરી તેમનાં નામ ચોંકાવી દે તેવાં છે. મહાત્મા ગાંધીથી લઈને અમિતાભ બચ્ચન સુધી નોકરી મેળવવાની અાશા રાખી રહેલા અા ઉમેદવારોનું લિસ્ટ ખૂબ લાંબું અને રોચક છે.

૯૪ ટકા સાથે મહાત્મા ગાંધી મેરિટ લિસ્ટમાં સૌથી ઉપર છે. શિક્ષણ વિભાગના અધિકારી પ્રવીણ મણિ ત્રિપાઠીઅે જણાવ્યું કે અા નોકરી માટે અાવેદન કરનાર ઉમેદવારોમાં લગભગ ૧૫ લોકો એવા છે, જેમનાં નામ જાણીતી હસ્તીઅોને મળતાં અાવે છે. ત્રિપાઠીઅે જણાવ્યું કે પહેલાં અમે મેરિટ લિસ્ટ સ્થગિત કરી દીધું. બાદમાં અા અરજીકર્તાઅોની તપાસ માટે એક સમિતિ રચી, પરંતુ એક દિવસ ફરી િવચાર્યા બાદ અા અરજકર્તાઅોનાં નામ મેરિટ લિસ્ટમાં રાખવાનો નિર્ણય લીધો.

મહાત્મા ગાંધીને અહીં સૌથી વધુ નંબરના કારણે લિસ્ટમાં પહેલું સ્થાન મળ્યું છે તો બીજું સ્થાન એક મહિલા ઉમેદવારનેે મળ્યું છે. અા મહિલાનું નામ તો અરશદ છે, પરંતુ ઉપનામની જગ્યાઅે ગાળ લખેલી છે. ત્રિપાઠીઅે જણાવ્યું કે જ્યારે તેમાંથી કોઈ પણ ઉમેદવાર ન અાવ્યા ત્યારે અમે સમજી ગયાં કે અા અરજી નકલી છે. અાવેદનના મેરિટ લિસ્ટમાં ગરબડ કરવા માટે અને અધિકારીઅોને પરેશાન કરવા માટે અોનલાઈન ભરાયાં છે. જે ઉમેદવારો પાસે શિક્ષણનું સર્ટિફિકેટ હોય છે તેઅો સહાયક શિક્ષકના પદ પર નિયુક્ત થઈ શકે છે.

You might also like