વડોદરામાં મધરાતે ઉઠાવી જઇ કિશોરી પર ગેંગરેપ

વડોદરા : શહેરનાં ન્યુ વીઆઇપી રોડ પર રહેતી સગીરા પર પાડોશમાં રહેતા ત્રણ યુવકોએ ગેંગરેપ કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ હતી. મધરાતે સગીરાને ઉઠાવી જઇ આખી રાત નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાનાં ન્યુ વીઆઇપી રોડ પર રહેતા વ્યક્તિએ આઠ સંતાનો છે. જેમાં ચાર છોકરી અને ચાર છોકરાઓ છે.

બે છોકરીઓ અને ત્રણ છોકરાનાં લગ્ન થયા છે. પીડિતાનાં પિતા બકાભાઇએ જણાવ્યું કે હું મારી બે દીકરીઓ અને પુત્ર સાથે ઘરની બહાર સુતો હતો. દરમિયાન મઘરાતે એક વાગ્યે જ્યારે હું ઉઠ્યો ત્યારે મે જોયું કે મારી 15 વર્ષની દીકરી ઘરમાં નહોતી. દીકરી ગુમ થતા મે પરિવારને જાણ કરી હતી. ત્યાર બાદ લીલાની શોઘખોળ છતા તે મળી નહોતી.

અમે લીલાને શોધવા આખીરાત રખઢતા રહ્યા હતા. સવારે 6 વાગ્યે ખબર પડી હતી કે મરી દીકરી ઘરની સામે ભાડૂઆત તરીકે રહેતા યુપીનાં ત્રણ યુવકોનાં ઘરમાં છે. અમે લોકોએ ત્યાં જઇને તપાસ કરતા લીલા બેભાઇ હાલતમાં અર્ધનગ્ન અવસ્થામાં મળી આવી હતી. અમે પોલીસને જાણ કરતા પોલીસ તુરંત જ દોડી આવી હતી.

You might also like