સરખેજમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડોઃ ૨૨ જુગારિયા ઝડપાયા

અમદાવાદ: સરખેજ વિસ્તારમાં સાણંદ રોડ પર એક સોસાયટીમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે ઘટનાસ્થળેથી ૨૨ જુગારીઓને અાબાદ ઝડપી લઈ રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કર્યાં હતાં.

ઉચ્ચ પોલીસ અધિકારીને અગાઉથી મળેલી બાતમીના અાધારે પોલીસે મોડી રાતે સરખેજ વિસ્તારમાં સાણંદ રોડ પર અાવેલ સુકન સોસાયટીના એક મકાનમાં છાપો માર્યો હતો. પોલીસના હાથમાંથી છટકવા જુગારીઓએ ભારે નાસભાગ કરી મૂકી હતી. અામ છતાં પોલીસે મકાનને કોર્ડન કરી ૨૨ જુગા‌િરયાને જુગાર રમતાં ઝડપી લીધા હતા.

પોલીસે અા જુગારના અડ્ડા પરથી રૂ. ૪૮ હજારની રકમ, જુગારનાં સાધનો અને વાહનો કબજે કર્યાં હતાં. મોડી રાતે સોસાયટીમાં રેડ પડતાં સોસાયટીના રહીશો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા અને જાતજાતની વાતો પણ વહેતી થઈ હતી. સરખેજ પોલીસે અા અંગે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like