ધોની-ગંભીર વચ્ચેનું કોલ્ડ વોર હજુ સમાપ્ત નથી થયું

નવી દિલ્હીઃ આઇપીએલ ૨૦૧૬માં ગત શનિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને પુણે સુપરજાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ મહેન્દ્રસિંહ ધોની અને ગૌતમ ગંભીર વચ્ચેના કોલ્ડ વોરની ચર્ચા ફરી એક વાર ચમકી રહી છે. ગંભીર કોલકાતાનો કેપ્ટન છે, જ્યારે પુણેનો કેપ્ટન ધોની છે.

ઘટના એવી છે કે ગત શનિવારે રમાયેલી મેચમાં ધોનીની ટીમનો સ્કોર ચાર વિકેટે ૭૪ રન હતો. ટીમને મુશ્કેલીમાં જોઈને ધોની બેટિંગ કરવા ક્રીઝ પર પહોંચ્યો. ગંભીરે ધોની પર દબાણ સર્જવા માટે તેને સંપૂર્ણપણે ફિલ્ડરોથી ઘેરી લીધો. આવી ફિલ્ડિંગ સામાન્ય રીતે ટેસ્ટ મેચમાં જોવા મળે છે. ગંભીરે ખુદને સિલી પોઇન્ટ પર અને બે ફિલ્ડરને સ્લિપમાં, જ્યારે એક ખેલાડીને શોર્ટ લેગ પર તહેનાત કરી દીધો.

ગંભીરની આ ફિલ્ડિંગ રણનીતિને કારણે ધોની રન બનાવવામાં સંઘર્ષ કરતો નજરે પડ્યો, જ્યારે વરસાદના કારણે રમતને રોકી દેવામાં આવી ત્યારે ધોની ૨૨ બોલમાં ફક્ત આઠ રન જ બનાવી શક્યો હતો. ૨૦થી વધુ બોલમાં આ રન અત્યાર સુધીના સૌથી ઓછા રન છે. દિલચસ્પ વાત તો એ છે કે ગંભીરે પહેલી વાર ધોની માટે આવી આક્રમક ફિલ્ડિંગ નહોતી ગોઠવી, બલકે અગાઉ પણ આવી ફિલ્ડિંગ ધોની માટે તહેનાત કરી ચૂક્યો છે.

You might also like