જવાનને મરાયેલ એક લાફાની સામે 100 જેહાદીઓનાં મોત થશે : ગંભીર

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર હાલનાં દિવસોમાં કાશ્મીરમાં અર્ધસૈનિક દળનાં જવાનો સાથે થયેલી ગેરવર્તણુંકનાં વીડિયો વાઇરલ થઇ રહ્યા છે. આ વીડિયો બાદ ક્રિકેટર ગૌતમ ગંભીરે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ગૌતમ ગંભીરે સોશિયલ વેબસાઇઠ ટ્વિટર પર એક પછી એક ત્રણ ટ્વિટ કર્યા છે. ગંભીરે લખ્યું કે જે પણ આઝાદીની માંગ કરી રહ્યા છે, તેઓ આ દેશમાંથી જતા રહે, કાશ્મીર અમારૂ છે. ગંભીરે ટ્વિટ સાથે #kashmirbelongs2us સાથે હેશટેગ પણ કર્યું હતું.

આઇપીએલમાં વ્યસ્ત ગૌતમ ગંભીરે જવાનો સાથે દુર્વ્યવહાર પર એક સમાચાર વેબસાઇટનાં સમાચારને પોતાનાં ટ્વિટર હેન્ડલ દ્વારા ગુરૂવારે ટ્વિટ કર્યા હતા. ત્યાર બાદ કોલકાતા નાઇટ રાઇડર્સનાં જવાને આ ઘટનાની નિંદા કરી હતી. ગંભીરે ટ્વિટ કર્યું કે આપણી સેનાનાં જવાનને મારાયેલ એક એક થપ્પડનાં બદલે 100 જેહાદીઓને મરશે, જે પણ આઝાદી ઇચ્છે છે તેઓ અહીંથી જતા રહે, કાશ્મીર અમારૂ છે.

ગંભીરે બીજી ટ્વીટ કર્યું અને તેમાં લખ્યું કે ભારત વિરોધીએ ભુલી ગયા કે અમારા ત્રિરંગાનો અર્થ શું થાય છે કેસરિયો અમારા ક્રોધી આગ છે. સફેદ જેહાદીઓ માટે કફન છે. લીલો આતંકવાદીઓ પ્રત્યેનો દ્વેશ છે. હાલ તો ગંભીરનું આ ટ્વિટ વાઇરલ થઇ રહ્યું છે.

You might also like