પુણેના ખગાેળશાસ્ત્રીઆેઅે અતિ દુર્લભ આકાશગંગાની શાેધ કરી

પુણે: પુણેના નેશનલ સેન્ટર ફાેર રેડિયાે અેસ્ટ્રાેફિઝિકસમાં કામ કરતા ખગાેળશાસ્ત્રીઆેની અેક ટીમે અતિ દુર્લભ વિશાળકાય આકાશગંગાની શાેધ કરી છે. આ અંગે ખગાેળશાસ્ત્રીઆેઅે જણાવ્યું કે આ આકાશગંગા શકિતશાળી રેડિયાે તરંગ છાેડે છે. સંંશાેધન સાથે સંકળાયેલા ખગાેળશાસ્ત્રીઆેઅે વધુમાં જણાવ્યું હતું કે અમે અેક જીઆરજી (વિશાળકાય રેડિયાે અાકાશગંગા)ના દુર્લભ ઉદાહરણ પર અભ્યાસ રજૂ કર્યાે છે. સુદૂર બ્રહ્માંડમાં આ આકાશગંગા નષ્ટ થવાના આરે છે ત્યારે શાેધવામાં આવેલી નવી આકાશગંગાને તેની વૈજ્ઞાનિક આેળખ જે-૦૨૧૬૫૯૦૪૪૯૨૦ તરીકે આપવામાં આવી છે.

આ આકાશગંગાને જાેઈન્ટ મેટ્રેવેવ રેડિયાે ટેલિસ્કાેપ દ્વારા શાેધવામાં આવી છે.  આ ટેલિસ્કાેપ પુણે જિલ્લામાં નારાયણગામ નજીક આવેલા ખાેદાદમાં ૩૦ કિલાેમીટરથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. આ યાેજનાનું નેતૃત્વ ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશાેધન વિભાગનાપ્રથમેશ તમ્હાણેઅે કર્યું હતું. તમ્હાણેઅે નેશનલ સેન્ટર ફાેર રેડિયાે અેસ્ટ્રોફિઝ‌િક્સ યાેગેશ વડાડેકરની દેખરેખ હેઠળ કામ કર્યું છે.

You might also like