વૃદ્ધાના ગળાંમાંથી સોનાની ચેઈન ઝુંટવી લઈ ગયા

અમદાવાદ : શહેરના જોધપુર વિસ્તારમાં રહેતી વૃદ્ધા બપોરના સમયે તેના ઘર નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે બાઈક ઉપર આવેલા બે શખસો તેણીના ગળામાંથી સોનાની ચેઈન કિં.રૂ. ૩૦,૦૦૦/ને તોડીને લઈ ગયા હતા. આ બનાવ અંગે આનંદનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના જોધપુર વિસ્તારમાં બિલેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા નેહા પાર્ક સોસાયટી, અભિજ્યોત ફ્લેટમાં રહેતા નિર્મળાબહેન ઈશ્વરલાલ પોપટ (ઉં.વ.૬ર) તેના ઘર નજીક આવેલા જોગણી માતાના મંદિર પાસેથી બપોરના એક વાગ્યાના સુમારે પસાર થઈ રહ્યાં હતાં.

ત્યારે એક બાઈક ઉપર બે શખસ આવ્યા હતા. તે પેકીના એક શખસે નિર્મળાબહેને ગળામાં પહેરેલી સોનાની ચેઈનને ખેંચી તોડીને લઈ ગયા હતા. આ બનાવ અંગે નિર્મળાબહેન પોપટે આનંદનગર પોલીસમથકમાં બે અજાણ્યા શખસો તેમની સોનાની ચેઈન કિં. રૂ.૩૦,૦૦૦ને તોડીને લઈ ગયા હતા. આ બનાવ અંગે આનંદનગર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

You might also like