પુતિનની દિકરીને પોતાની વહુ બનાવા માંગતા હતા ગદ્દાફી

લીબિયાના દિવંગત સરમુખત્યાર મુઆમ્મર અલ ગદ્દાફીના પૂર્વ સલાહકારે જણાવ્યું છેકે ગદ્દાફી પોતાના બીજા દિકરાના લગ્ન રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દિકરી સાથે કરવા માગતા હતા. મોહંમદ અબ્દ અલ મુતાલિબ અહ-હૌનીએ કહ્યું કે લીબીયા અને રશિયાના વચ્ચે સંબંધોને મજબૂત બનાવવા માટે ગદ્દાફી પોતાના બીજા દિકરાના લગ્નનો પ્રસ્તાવ પુતિન પાસે મોકલ્યો હતો. અલ-હૌનીએ કહ્યું કે ગદ્દાફીએ આ અંગે પુતિન સાથે વાત પણ કરી હતી અને પોતાના દિકરાને પુતિનનો જમાઇ બનાવાનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો, પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતાની દિકરી સૈફ-અલ-ઇસ્લામને ઓળખતી નથી એમ કહીને ના પાડી દીધી હતી. ગદ્દાફીને ત્યારબાદ પદભ્રષ્ટ કરી દઇ 2011માં નાટોના સમર્થનના વિદ્રોહમાં હત્યા કરી નાંખવામાં આવી હતી.

You might also like