જી-૨૦ દેશોમાં ભારતનો ખૂબ જ ઝડપી જોવાતો આર્થિક વિકાસ

મુંબઇ: જી-૨ દેશોમાં ભારતનો ખૂબ જ ઝડપી આર્થિક વિકાસ જોવાશે. વર્ષ ૨૦૧૭માં ૭.૧ ટકા વૃદ્ધિ નોંધાવી શકે છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે એક રિપોર્ટમાં આ પ્રકારનું અનુમાન વ્યક્ત કર્યું હતું. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૬ના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતીય ઇકોનોમીમાં નોટબંધીના કારણે સુસ્તી જોવાઇ છે, જોકે વર્ષ ૨૦૧૭માં જી-૨૦ દેશોમાં ભારતની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા જોવાવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. વર્ષ ૨૦૧૭માં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૧ ટકા રહેશે. દરમિયાન મૂડીઝે વૈશ્વિક આર્થિક વિકાસ વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં ત્રણ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું, જોકે વર્ષ ૨૦૧૬માં વૈશ્વિક આર્થિક વિકાસ ૨.૬ ટકા જોવાયો હતો.

http://sambhaavnews.com/

You might also like