Future Groupની ધમાકેદાર ઓફર : દર ટ્વીટ પર સસ્તો થશે સામાન

નવી દિલ્હી : રીટેલ ચેન ફયૂચર ગ્રુપ એક નવી ઓફર લઇને આવ્યું છે. જેના હેઠળ કંપની ટ્વિટર પર મહિનામાં બે વખત પોતાની કેટલીક પ્રોડક્ટ ડિસ્કાઉન્ટ ઓફરમાં રજુ કરશે. ડિસ્કાઉન્ટ તે બાબત પર નિર્ભર રહેશે કે તેની જાહેરાતને કેટલી વખત રિટ્વિટ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફ્યૂચર ગ્રુપ બિગ બજાર અને ઇઝી ડે સહિતનાં ઘણા રિટેલ સ્ટોર્સ ચલાવે છે.

ટ્વિટર પર દર ગુરૂવારે ફ્યુચર ગ્રુપનું ‘DecideYour Price’ અભિયાન ચલાવે છે. ગ્રુપ સાંજે છ વાગ્યે એક બ્રાન્ડેડ પ્રોડક્ટની ઓફર લાવે છે અને રાત્રે 10 વાગ્યા સુધી જેટલીવાર તેની જાહેરાતની રી ટ્વીટ થાય છે તેનો ભઆવ એટલીવાર એક રૂપિયો ઘટતો જશે. તેથી તેની ઓછામાં ઓછી કિંમત નક્કી થાય છે. તે પ્રોડક્ટ તે રેટ પર બે દિવસ બાદ શનિવારે અને રવિવારે દેશનાં બિગબજાર સ્ટોર્સમાં તમામ ગ્રાહકો માટે રહેશે.

ઉદાહરણ તરીકે જો કોઇ પ્રોડક્ટની કિંમત 1000 રૂપિયા છે અને તે જાહેરાત બાદ 500 વખત રિટ્વિટ થાય તો તે પ્રોડક્ટ 500 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો તે પ્રોડેક્ટ 500 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

You might also like