શેરબજારમાં વધુ ઘટાડો નોંધાયો

અમદાવાદ: એશિયાઇ બજારોમાં જોવા મળી રહેલ નકારાત્મક ચાલમાં પ્રેશર વચ્ચે સ્થાનિક ભારતીય શેરબજારમાં આજે શરૂઆતે વધુ ઘટાડો નોંધાયો હતો. બીએસઇ સેન્સેક્સ ૧૧૦ પોઇન્ટના ઘટાડે ૨૪,૪૪૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૪ પોઇન્ટના ઘટાડે ૭,૪૩૬ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી.

ભેલ, લ્યુપિન, એલએન્ડટી અને ઇન્ફોસિસ કંપનીના શેરમાં એકથી ૧.૫ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ બજાજ ઓટો, ડો. રેડ્ડીઝ લેબ્સ, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટાટા મોટર્સ કંપનીના શેર્સ તૂટ્યા હતા. યુએસ ફેડરલ રિઝર્વની ગઇ કાલથી શરૂ થયેલી બે દિવસીય બેઠક પૂર્વે સ્થાનિક શેરબજારમાં સાવધાનીભરી ચાલ જોવા મળી રહી છે.

દરમિયાન ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેર્સમાં આજે પણ વધુ ગાબડાં પડ્યાં હતાં. ઓટોમોબાઇલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર પણ નરમ જોવાયાં હતાં. તો બીજી બાજુ પીએસયુ બેન્ક અને રિયલ્ટી સેક્ટરમાં સકારાત્મક ચાલ જોવા મળી છે.

You might also like