શું અસભ્યતા એ રાજનીતિનો નવો આદર્શ બની ચુકી છે : જેટલીનો સવાલ

નવી દિલ્હી : ડીડીસીએ ગોટાળા મુદ્દે જે પ્રકારનાં આરોપ પ્રત્યારોપ થઇ રહ્યા છે ત્યાર બાદ રાજનીતિક પાર્ટીઓ સતત એક બીજા પર કિચ્ચડ ઉછાળી રહી છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ સીધો કેજરીવાલ પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. જેટલીએ પુછ્યું કે શું અસભ્યતા એ રાજનીતિનો નવો આદર્શ બની ચુકી છે ? જેટલીએ બ્લોગમાં લખ્યું છે કે દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટીનાં સમર્થકોએ રાજનીતિનાં સ્તરને ઘટાડ્યું છે. જેટલીએ લખ્યું કે જે પ્રકારે ભાષામાંથી મર્યાદાનું સ્તર કથળી રહ્યું છે તે રીતે સરકારમાં બેઠેલા લોકો ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે તેની વિરુદ્ધ આખા દેશમાં ગુસ્સો ભડકી રહ્યો છે.
જેટલીએ કહ્યું કે જે ગાદી પર કેજરીવાલ બેઠા છે તેઓને આવી ભાષા જરા પણ શોભતી નથી. જે પદ પર બેઠા છે તે પદ પર ધેર્યની જરૂર હોય છે. શું અસભ્યતા એ રાજનીતિનો નવો આદર્શ બની ચુકી છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલનાં મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમારની ઓફીસ પર દરોડા પાડવામાં આવ્યા બાદ કેજરીવાલ અને જેટલી વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં કેજરીવાલ દ્વારા જેટલી પર ભ્રષ્ટાચારનાં આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

You might also like