ફાઇવ સ્ટાર સુવિધાઓ આપનાર રેસ્ટોરન્ટ, જે આવેલ છે સમુદ્રની અંદર

આજે અમે તમને એક એવા રેસ્ટોરન્ટ વિશે વાત કરીશું કે જે ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલ ગુફાની અંદર બનાવાયેલ છે. અને તેની આ ખાસિયતને કારણ આ રેસ્ટોરન્ટ પ્રવાસીઓ માટે સૌથી આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ છે. આ રેસ્ટોરન્ટને જોવા તેમજ અહીં રોકાવાનો આનંદ લેવા માટે દેશ-વિદેશથી અહીં અનેક પર્યટકો આવે છે. આ રેસ્ટોરન્ટનું નામ Grotta Palazzese છે.

આ રેસ્ટોરન્ટ સાઉથ ઇટલી પાસે Polignano a Mareમાં બનાવવામાં આવેલ છે. આ રેસ્ટોરન્ટની જોડે જ દરિયાકિનારો છે. કે જેને લીધે અહીં આવેલ અનેક કુદરતી પર્વતોનાં સૌંદર્યનો તમે ખૂબ જ સારી રીતે મજા લઇ શકો છો.

જો કે તમને એ જાણીને નવાઇ લાગશે કે 1700મી સદીથી અહીં લોકો આ રેસ્ટોરન્ટમાં મનોરંજન કરવા માટે લોકો અહીં આવે છે. જો કોઇ લેખક અહીં આ જગ્યાની સૌંદર્યતાને જો નિહાળે તો તે જરૂરથી અહીં એક પુસ્તક પણ લખી નાખે.

આ જગ્યા બહારનાં શીત પવનોથી છુપાયેલ છે. અહીં લોકો પોતાની દરેક પ્રકારની ખુશીને જોરદાર રીતે સેલિબ્રેશન કરવા આવે છે. આપને આ રેસ્ટોરન્ટમાં રોમેન્ટિક ડાન્સ, મસ્તી કરવી તેમજ ભવ્ય પાર્ટી ઉજવવા માટે પણ ઘણી બધી જ A ગ્રેડની સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે.

You might also like