હરિયાણામાં જાટ આંદોલનને લઇને હાઇ એલર્ટ, સુરક્ષા કડક

ચંડીગઢ: જાટ સમુદાયના એક ભાગના સંગઠન અખિલ ભારતીય જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિએ આજથી આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા રાજ્ય સરકાર સાથે થયેલી તેની વાત અનિર્ણિત સાબિત થઇ. ખટ્ટર સરકારના પ્રમાણે સમિતિની અમુક માગો માનવા લાયક નથી.

હરિયાણાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કૃષ્ણપાલ પંવાર અને એબીજેએએસએસ પ્રમુખ યશપાલ મલિકે ગુરુવારે નવી દિલ્હીમાં લાંબી વાતચીત કરી હતી. સિમિતિએ પ્રદર્શનકારીઓ પરથી કેસ હટાવવા, છોડવવા અને સુરક્ષાની ગેરંન્ટી આપવાની માંગણી કરી હતી. તેના બદલામાં પ્રસ્તાવિત આંદોલન પાછી લેવાની વાત કરવામાં આવી હતી. સરકારની મનાઇ કરવા પર હવે આંદોલનને ચલાવવનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આજથી શરૂ થતાં જાટોના આરક્ષણ આંદોલમ પહેલા શુક્રવારે હરિયાણાના સાત સંવેદનશીલ જિલ્લામાં પાંચ અને તેનાથી વધારે લોકોના જમા થવા પર પ્રતિબંધ લગાવવા માટે ધારા 144 લગાવવામાં આવી હતી. ધારા 144 હેઠળ રોહતક, ગુરુગ્રામ. ઝજ્જર અને સોનીપત સહિત સાત જિલ્લામાં લગાવવામાં આવી છે. સાત જિલ્લામાં ફેબ્રુઆરીમાં થયેલા જાટ આંદોલન દરમિયાનહિંસાથી સૌથી વધારે પ્રભાવિત થયા હતાં. સાત સંવેદનશીલ જિલ્લામાં અર્ધસૈનિક બળ તૈનાત કરવામાં આવ્યા છે.

ખાપ પંચાયતોએ પાંચ જૂનથી શરૂ થતાં આંદોલનથી પોતાને અલગ કરી લીધા છે તો જાટ સમુદાયના નેતાઓએ હરિયાણા સરકારને આંદોલન માટે વિરોધ પ્રદર્શન દરમિયાન શાંતિ રાખવા આશ્વાસન આપ્યું છે.

આંદોલનને જોતા રાજ્ય પોલીસના ઇમરજન્સી કિસ્સાઓને છોડીને બધા કર્મીઓની રજા આગળના આદેશ સુધી રદ કરી લીધી છે. પોલીસ મહાનિદેશક મોહમ્મદ અકીલે કહ્યું છે કે અસામજિક તત્વો પર કડક નજર રાખવામાં આવશે. શાંતિ બનાવવા માટે જન પ્રતિનિધીઓ અને ગ્રામ પંચાયતોની મદદની માંગણી કરી છે.

You might also like