એકવાર ચાર્જ કરવાથી 320 કિલોમીટર દોડશે આ કાર

નવી દિલ્હી: શેવરોલેએ પોતાની કાર 2017 શેવરોલે બોલ્ટ ઇવીને લાસ વેગસના સીઇએસમાં પ્રથમવાર દુનિયા સમક્ષ રજૂ કરી. આ ઇલેક્ટ્રિક કાર દેખાવમાં ખૂબ આકર્ષક છે. જો કે શેવરોલેએ હજુ સુધી કાર વિશે વિગતમાં કશું જણાવ્યું નથી, પરંતુ કેટલીક પાયાની જાણકારી જરૂર ઉપલબ્ધ કરાવી છે.

– આ કારનું વેલબેસ 2,600 મિમી હશે – તેમાં 478 લીટરનું કાર્ગો સ્પેસ હશે – ગાડીમાં 240-વોલ્ટનું ચાર્જિંગ યૂનિટ લગાવવામાં આવ્યું છે. – એક કલાક ચાર્જ કરવાથી આ કાર લગભગ 40 કિમી સુધીનું અંતર કાપી શકે છે. – કારને ફૂલ ચાર્જ થવામાં લગભગ 9 કલાક લાગશે. – તેની ડિઝાઇન 2016 શેવરોલે બોલ્ટ સાથે મળતી આવે છે. – ફૂલ ચાર્જ થયા બાદ આ કાર 320 કિમીથી વધુનું પણ અંતર કાપી શકે છે.

તમને જણાવી દઇએ કે આ કારમાં એલઇડી હેડલેમ્પસ, એલઇડી ટેલલેમ્પસ, 10.2 ઇંચનું માઇલિંક ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, બ્લ્યૂટૂથ કનેક્ટિવિટી અને ઓનસ્ટાર 4જી એલટીઇ વિથ વાઇ-ફાઇ હોટસ્પોટ જેવા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ગાડીમાં ઓલ-ન્યૂ માય- શેવરોલે મોબાઇલ એપ પણ હશે જેના માધ્યમથી આ વ્હિકલનું ચાર્જિગ સ્ટેટ્સ, ઓનસ્ટાર મેપ સર્વિસ, રિમોટ સ્ટાર્ટ, કેબિન પ્રી-કંડિશનિંગ જેવી સુવિધાઓ પ્રાપ્ત થશે.

આ કારમાં રિયર કેમેરા મિરરની સુવિધા પણ આપવામાં આવી છે. તેની 10.2 ઇંચની સ્ક્રીનના સહારે તમે તમારી ગાડીની આસપાસ નજર રાખી શકશો. કંપનીના અનુસાર આ કાર 2016ના અંત સુધી ઉપલબ્ધ થશે.

You might also like