જાણો..ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાની નગરચર્યાની વિગત

આજે અષાઢી બીજ એટલે કે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા નીકળી છે. આજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નિકળશે. વહેલી સવારે ભગવાન જગન્નાથની આરતી થઇ હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહ ભગવાનની મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.

ત્યાર બાદ ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો. મંદિરમાં સવારે 5 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ વિધી કરાઇ અને ભગવાનની આંખ ખોલવામાં આવી. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભગવાનના રથની પહિંદ વિધી કરવામાં આવશે.

સોનાની સાવરણીથી મુખ્યમંત્રી ભગવાનના રથની સફાઈ કરશે.. પંરપરા મુજબ મુખ્યમંત્રીના હસ્તે જ પહિંદ વિધી કરવામાં આવે છે. પહિંદ વિધી સંપન્ન થયા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથમાં સવાર થશે. જે બાદ ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નિકળશે. નગરચર્યા કરતા-કરતા બપોરે મામાના ઘરે સરસપુર પહોંચશે. જ્યાં આરામ કરી ફરીથી નગરચર્યાએ નિકળશે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક અને 30 જેટલા અખાડા પણ જોડાશે.

તમામ અખાડા ભગવાનની રથયાત્રાની શોભા વધારશે. આ રથયાત્રામાં 18 જેટલી ભજન મંડળીઓ પણ જોડાશે. ભગવાનના ગુણગાન કરશે.. આ રથયાત્રામાં દેશ અને રાજ્યમાંથી 2500થી વધુ સાધુ-સંતો પણ જોડાશે. મહત્વનું છે કે, આ રથયાત્રા દરમિયાન કોમી એ~તાના પણ દર્શન થશે.. મુસ્લિમ ધર્મના લોકો ભગવાનની રથયાત્રાનું સ્વાગત કરશે. કોમી એકતાના પ્રતિક રૂપે મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ અર્પણ કરવામાં આવશે.

You might also like