દિલ્હીમાં રિંગ રોડ પર ટેન્કર પલટી ખાતાં ૨૦,૦૦૦ લિટર પેટ્રોલ ઢોળાયું

નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીના પોશ સાઉથ એક્સટેન્શન માર્કેટ અને મૂળચંદ ફ્લાય ઓવર નજીક બિઝી રિંગ રોડ પર અવરજવર કરતાં વાહનોને ભયાનક ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે આ રોડ પર થોડા કલાક પહેલાં પેટ્રોલ ભરેલું ૨૦,૦૦૦ લિટર ક્ષમતા ધરાવતું ટેન્કર પલટી ખાઈ જતાં ૨૦,૦૦૦ લિટર પેટ્રોલ રોડ પર ઢોળાઈ ગયું હતું અને તેની ઝપટે આવેલા બે શખ્સો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાનું ખતરનાક પાસું એ છે કે ટેન્કરમાંથી સતત પેટ્રોલ લીક થઈ રહ્યું હતું, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે એવી દહેશતને લઈને પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

ટ્રાફિક જામ થવાના કારણે એક મુખ્ય કારણ આ વિસ્તારને કરી લેવામાં આવેલ કોર્ડન પણ છે. ટ્રાફિકને કાબૂમાં લેવા પોલીસ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં લાગી ગઈ છે. ટ્રાફિક જામની વ્યવસ્થા હાલ વધી રહી છે, કારણ કે રસ્તા પર ઓફિસ અવરજવર કરતાં લોકોની સંખ્યા વધી ગઈ છે. આખી રાત વરસાદ પડ્યા બાદ વાહનો ઝડપથી ચાલી રહ્યાં નથી. રસ્તા ઉપર હજારો લિટર પેટ્રોલ ઢોળાવાથી કોઈ મોટી દુર્ઘટના કે આગની ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓ પણ પહોંચી ગયા છે.
http://sambhaavnews.com/

You might also like