FTIIના હડતાળિયા વિદ્યાર્થીઆે સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર

પુણેઃ કેન્દ્ર સરકાર અને હડતાળ પર ઊતરેલા અેફટીઆઈઆઈના વિદ્યાર્થીઆે વચ્ચે નવેસરથી ચર્ચા થવાની સંભાવના છે. હડતાળમાં દેખાવાે કરતા વિદ્યાર્થીઆેઅે જણાવ્યું કે તેઆે સંસ્થાનના પરિસરમાં માહિતી અને પ્રસારણ વિભાગના અધિકારીઆે સાથે વાતચીત કરવા તૈયાર છે.

મંત્રાલયે વિદ્યાર્થી સંગઠનને હડતાળનાે અંત લાવવા અનુરાેધ કર્યાે હતાે. આ વિદ્યાર્થીઆે છેલ્લાં ૧૦૩ દિવસથી હડતાળ પર છે. જેના કારણે શૈક્ષણિક કામગીરી ઠપ થઈ ગઈ છે. અેફટીઆઈઆઈ છાત્ર અેસાેસિેયેશનના પ્રતિનિધિ યશસ્વી મિશ્રે જણાવ્યું કે અમને માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી અેક પત્ર મળ્યાે છે. જેમાં બેઠક માટે તારીખ પૂછવામાં આવી છે.

તેમણે અમારી સમક્ષ હડતાળ પરત ખેંચવા અને વાતચીત કરવા પ્રસ્તાવ રાખ્યાે છે. સંસ્થાના અધ્યક્ષ પદ પરથી ટીવી કલાકાર અને ભાજપના સભ્ય ગજેન્દ્ર ચાૈહાણને હટાવવાની માગણી કરી રહેલા અેફઅેસઅેઅે તેના જવાબમાં મંત્રાલય સાથે આજે  બેઠક યાેજવા જણાવ્યું છે.

તેમણે ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઆેને જાેઈને આ નિર્ણય લીધાે છે. આ અંગે એફઅેસઅેઅે અેક નિવેદનમાં જણાવ્યું કે અમે ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઆે પ્રત્યે ગંભીર ચિંતા વ્યકત કરતાં તેમના પત્રનાે ઉત્તર આપ્યાે છે. અને સરકારને આ બાબતે ખૂબ જ ઝડપથી આ અંગે બેઠક બાેલાવવા અનુરાેધ કર્યાે છે.

અમે જણાવ્યું છે કે અમારી હડતાળ પરત ખેંચવા બદલ સરકારે અમારા પ્રશ્નાે હલ કરવા પડશે. અમે છાત્રાેની ભૂખ હડતાળને ધ્યાનમાં લઈ મંત્રાલયને આજે જ સંસ્થાન સંકુલમાં મળવા જણાવ્યું હતુ. આ દરમિયાન મંત્રાલયનાં સૂત્રાેનું કહેવું છે કે બેઠક દિલ્હી અથવા પુણેમાં થવાની સંભાવના છે. પરંતુ તે અંગે નિર્ણય થયાે નથી.

You might also like