FTIIના વિદ્યાર્થીઆેના અનશનનો અંતઃ અાજે સરકાર સાથે ચર્ચા  

નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી પત્ર મળ્યા બાદ અેફટીઆઈઆઈના વિદ્યાર્થીઆેઅે પુણેમાં ચાલતા તેમના અનશન પૂરા કરી લીધા છે. મંત્રાલયે વિદ્યાર્થીઆેને ૨૯મીઅે સવારે આ મામલે ચર્ચા કરવા અામંત્રણ આપ્યું છે. 

વિદ્યાર્થીઆે ટીવી કલાકાર ગજેન્દ્ર ચાૈહાણને અેફટીઆઈઆઈના (ફિલ્મ અેન્ડ ટેલિવિઝન ઈન્સિટટયૂટ) પુણેના ચેરમેન બનાવવા સામે વિરાેધ કરી રહ્યા છે. તેમની માગણીના સમર્થનમાં ત્રણ વિદ્યાર્થીઆે છેલ્લાં ૧૫ દિવસથી આમરણ અનશન પર બેઠા હતા. વિદ્યાર્થીઆેની માગણી છે કે ચેરમેન તરીકે કાેઈનું નામ નકકરી કરતા પહેલા પસંદગી પ્રક્રિયામાં સુધારાે કરવાે જાેઈઅે. અને તે પારદર્શી હાેવાે જાેઈઅે.  અેફટીઆઈઆઈના હડતાળિયા વિદ્યાર્થી વિકાસે જણાવ્યું કે મંત્રાલય સાથે વાતચીત માટે મેઈલ મળ્યા બાદ અમે આરક્ષણ અનશન સમાપ્ત કરવા નિર્ણચ લીધાે છે. પરંતુ અમારી હડતાળ ચાલુ રહેશે. આ અંગે કાેંગ્રેસના નેતા રાજ બબ્બરે જણાવ્યું કે હું આશા રાખુ છું કે સરકાર તેનાે અહંકાર છાેડી વિદ્યાર્થીઆે સાથે સકારાત્મક ચર્ચા કરશે.

You might also like