રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો થઈ જતાં લોકો નારાજ છે. સામાન્ય રીતે ઈફતારી વેળા ખજૂર, તરબૂચ અને ટેટીનો મહત્તમ ઉપયોગ થાય છે. જે ખજૂર રૂ.૨૫૦થી ૩૦૦ રૂ. કિલો વેચાતી હતી, જેનો ભાવ રૂ.૩૫૦થી ૪૦૦ બોલાઈ રહ્યો છે. જયારે દુબઈ અને ઈરાનની ખજૂરનો કિલોનો ભાવ રૂ.૬૦૦થી ૬૫૦ જેટલો છે.

અત્યાર સુધી તરબૂચ ૨૦ રૂપિયે પ્રતિ કિલો વેચાતું તરબૂચ છેલ્લે રૂ ૧૫ રૂપિયે કિલોના ભાવે વેચાણ થતું હતું. હવે રૂ ૨૦થી ૨૫ રૂપિયે અને ટેટી રૂ.૩૦ના બદલે રૂ.૪૦થી ૫૦ના કિલોના ભાવે વેચાતી હતી. કેળાં ૨૦ રૂ.ના ૪ને બદલે ૩૦નાં ૪ નંગ , વેચાઈ રહ્યાં છે. સરફજનનો કિલોનો ભાવ રૂ.૨૦૦ના બદલે રૂ.૨૫૦થી ૩૦૦ થઈ જતાં સફરજનની ખરીદી પ્રમાણમાં ઓછી જોવા મળી રહી છે.

દ્રાક્ષ કિલોના રૂ.૭૦થી ૮૦ના બદલે રૂ.૧૧૦ સુધી પહોંચ્યો છે. પપૈયું રૂ.૩૦ના કિલોના બદલે ૪૫થી ૫૦ના ભાવ પર પહોંચ્યું છે. તો ચીકુનો ૨૫૦ ગ્રામનો ભાવ રૂ.૧૫થી વધીને રૂ.૨૫ થયો છે. સામાન્ય રીતે ઇફતારી સમયે ખજૂર, તરબૂચ અને ટેટીનો મહત્તમ ઉપયોગ થાય છે. તેમજ રમજાનમાં તેની માગ સામાન્ય દિવસોની સરખામણીએ વધી જાય છે.

ખજૂરના ભાવમાં કિલોએ ૨૫ થી ૩૦ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ફ્રૂટના ભાવમાં પણ કિલોએ રૂ.૨૦ થી રૂ.૨૫નો’ વધારો થયો છે.’ કાલુપુરનાં જલારામ ખજૂર હાઉસના વેપારી મનીષભાઈએ જણાવ્યું’ કે ઈરાનમાં ખજૂરની અછત હોવાથી ત્યાંની સરકારે ખજૂરની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને રમજાન માસમાં ખજૂરની માગ વધુ રહેતી હોવાથી અત્યારે ભાવમાં પ્રતિ કિલોએ ૨૫થી ૩૦ રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

ઈરાનનાં કીમિયા ખજૂરનો એક કિલોનો ભાવ’ રમજાન પહેલાં રૂા.૧૮૦થી રૂા.૧૯૦ હતો, જે વધીને અત્યારે ૨૧૦ થી ૨૨૦ રૂપિયા છે. જુદી જુદી જાતની ખજૂરના ભાવ ૩૫૦થી ૪૦૦ રૂપિયે કિલો જ્યારે દુબઈ અને ઈરાનની ખજૂરનો ૬૦૦ થી ૬૫૦ જેટલો ભાવ છે . જ્યારે મસ્કતથી આવતી અંબર ખજૂરનો ભાવ પ્રતિ કિલોના રૂા.૧૩૦૦ અને આજવા ખજૂરનો ભાવ રૂા.૧૬૦૦ થી રૂા.૧૮૦૦ ચાલી રહ્યો છે. જોકે, આ ખજૂરના ભાવ કાયમ ઊંચા જ હોય છે.’

You might also like