ફળો કરતાં તેની છાલ આપે છે વધારે ફાયદો

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ફળ આપણા માટે ફાયદાકારક હોય છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે કોઇ પણ ફળની છાલ એટલી જ ફાયદાકારક હોય છે. આજે અમે તમને ફળની છાલના ફાયદા માટે જણાવી રહ્યા છે.

1. કેરી: કેરીની છાલમાં જેટલા ફાયદા છે એટલા તો કેરીમાં પણ નથી. કેરીની છાલ ચરબી ઓછી કરવામાં મદદરૂપ થાય છે. આ છાલ કેન્સર, ડાયાબિટીસ અને દિલની બિમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે.

2. કેળા: કેળાની છાલમાં ફાયબર હોય છે. એમાં પોટેશિયમ પણ સારા પ્રમાણમાં હોય છે. એમાં લ્યૂટિન નામનું એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે આંકોના સ્વાસ્થ્ય માટે સારું રહે છે. ટ્રિપટોફેન નામનું એમીનો એસીડ હોય છે જે ડિપ્રેશન ઓછું કરે છે.

3. સફરજન: સફરજનમાં વધારે પ્રમાણમાં ફાયબર હોય છે. અને તેનાથી અડધું તેની છાલમાં. સફરજનને હંમેશા છાલ સાથે જ ખાવું જોઇએ.

4. નારંગી: જેટલું વિટામીન નારંગીમાં હોય છે તેનાથી બમણું તેની છાલમાં હોય છે. નારંગીની છાલમાં કેન્સર અને શરીરમાં બળતરા પેદા કરનાર તત્વો સામે લડવાની ક્ષમતા હોય છે.

5. બટાકા: બટાકાની છાલમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગનેશિયમ, વિટામીન સી અને વિટામીન બી6 હોય છે.

6. કાકડી: કાકડીની છાલમાં સૌથી વધારે એન્ટીઓક્સીડેન્ટ, પોટેશિયમ અને ફાયબર હોય છે. તમે ઇચ્છો તો કોઇક કોઇક દિવસ ખઇ શકો છો.

You might also like