ખુશ રહેવા માટે ફળ અને શાકભાજી ખાઓ

લીલા શાકભાજી અને ફળો ખાવાથી હાર્ટએટેક, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર જેવા રોગોનું જોખમ ઘટે છે. તેવું અાપણે સૌ જાણીએ છીએ. જો કે હવે બ્રિટનના વૈજ્ઞાનિકોએ એક નવું તારણ કાઢ્યું છે કે અા બધી વસ્તુ માત્ર શારીરિક સ્વાસ્થ્ય નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ એટલી જ જરૂરી છે. શાકભાજી અને ફળો ખાવાથી વ્યક્તિ વધુ ખુશ રહી શકે છે. જેટલો ફાયદો શારીરિક હેલ્ધને થાય છે તેટલો જ ફાયદો માનસિક હેલ્થને પણ થાય છે અને વ્યક્તિની ખુશીમાં પણ અનેકગણો વધારો થાય છે. વ્યક્તિ અાનંદ અને સંતોષ અનુભવે છે અને મનમાંથી નકારાત્મક વિચારો દૂર થાય છે.

You might also like