ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ રીતે બનાવવી તે શીખવીશું. તમે જ્યારે પણ કોઇ મોટો ખુશીનો તહેવાર હોય ત્યારે જો તમે મહેમાનને કંઇક ટેસ્ટી જ્યુસ બનાવીને આપવા માંગતા હોવ તો તમે ફ્રૂટ લસ્સી બનાવીને આપી શકો છો. તમને આજે અમે બનાવતા શીખવાડીશું ફ્રુટ લસ્સી. જે ખૂબ જ પૌષ્ટિક અને સરળતાથી ઘરે જ બનાવી શકાશે.

ફ્રુટ લસ્સી બનાવવા માટેની સામગ્રી:
સિઝનેબલ તાજા ફળ (સમારેલા): 50 ગ્રામ
દહીં: 150 મિલીલીટર
ખાંડ: 3 મોટી ચમચી
મીઠું: એક ચપટી
પાણીઃ 50 મિલીલીટર

બનાવવા માટેની પદ્ધતિ:
1. સૌ પ્રથમ આપ તમામ સામગ્રીને બ્લેંડમાં નાંખો અને ખાંડ ભળી જાય ત્યાં સુધી તેને બરાબર હલાવો.
2. હવે તેને એક ગ્લાસમાં નાંખો અને બાદમાં તેની ઉપરથી ડ્રાયફ્રૂટ્સ દ્વારા તેને ગાર્નિશ કરો.
તો લો થઇ ગઇ તૈયાર તમારા માટે ફ્રુટ લસ્સી.

You might also like