કૌભાંડી મહિલા ડાયરેક્ટરની મિલકત ટાંચમાં લેવા-પાસપોર્ટ રદ કરવા માટે કોર્ટની મંજૂરી

અમદાવાદ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફડચામાં ગયેલી ભૂજ મર્કન્ટાઇલ કો-ઓપરે‌ટિવ બેંકનાં ડાયરેકટર અંજ‌િલ મુલચંદાનીનો પાસપોર્ટ રદ કરવા માટે તથા તેની પ્રોપર્ટી ટાંચમાં લેવા માટેની મંજૂરી મેટ્રોપો‌િલટન કોર્ટ પાસેથી મેળવી લીધી છે.

અંજ‌િલની ભૂજમાં 4 કરતાં વધુ પ્રોપર્ટી ટાંચમાં લેવા માટે ‌રિઝર્વ બેંક ઓફ ઇ‌ન્ડિયા કાર્યવાહી શરૂ કરશે. અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલી ભૂજ મર્કન્ટાઇલ કો-ઓપરે‌ટિવ બેંક નાગ‌િરકોના રૂપિયા ગેરકાયદે ટ્રાન્ઝેકશન કરવાનો કિસ્સો અારબીઅાઈના ધ્યાને આવ્યો હતો. અારબીઅાઈઅે ભૂજ મર્કન્ટાઈલ બેંકના 41 ડાયરેક્ટરો વિરુદ્ધમાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં વર્ષ 2012માં ફરિયાદ ફાઇલ કરી હતી.

આ કેસમાં ડાયરેક્ટર અંજ‌િલ મુલચંદાની છેલ્લા ઘણા સમયથી ભાગેડુ છે અને બેંકની ઉઠામણીમાં તેમનો મહત્ત્વનો રોલ હોવાનું પણ સામે આવ્યું છે. તેમનો પાસપોર્ટ કેન્સલ કરવા માટે તથા તેમની ‌મિલકત ટાંચ લેવા માટે ‌રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી તેમના વકીલ ભાગ્યોદય ‌મિશ્રાએ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી કરતાં અંજ‌િલ મુલચંદાનીનો પાસપોર્ટ રદ કરવા તથા ‌મિલકત ટાંચમાં લેવાની મંજૂરી આપી છે.

અંજ‌િલ મુલચંદાની વિરુદ્ધમાં ‌બિનજામીનપાત્ર વોરંટ પણ ઇસ્યૂ થયું છે. અંજ‌િલની તમામ મિલકતોની વિગતો અારબીઅાઈઅે ભૂજના કલેકટર પાસેથી મંગાવી લીધી છે.

You might also like