ફ્રન્ટ કટ ફેશન ઈનથિંગ છે

બદલાતી સિઝનની સાથે યુવતીઅોને તેમના ડ્રેસિંગમાં કાયમ કંઈક નવું કરવું ગમતું હોય છેે. અેટલે જ કદાચ ડિઝાઇનરો પણ તેમની અા પસંદને ધ્યાનમાં રાખી કંઈક નવું ક્રિઅેશન કરવાની કોશિશ કરતા હોય છે. અાજકાલ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઅો કે અોફિસ જતી વુમન હોય, દરેકમાં ફ્રન્ટ કટ કે મિડલ કટ કુરતીની ડિમાન્ડ વધી રહી છે

ફેશન અેટલે શુંં… સમયની સાથે ડ્રેસિંગ અને પહેરવેશમાં બદલાતો ટ્રેન્ડ અેટલે ફેશન. સમય સાથે બદલાતી ટ્રેન્ડની જાણકારી પણ હોવી ખૂબ જરૂરી છે. તહેવારો અને લગ્ન પ્રસંગ નજીક અાવતાંની સાથે ટ્રેડિશનલ અાઉટફીટના ટ્રેન્ડમાં પણ નવું કલેકશન જાેવા મળે છે. સમય સાથે બદલાતી ફેશનમાં ડિઝાઇનરો પણ નવી ક્રિઅેટિવ અને ઈનોેવેટિવ ડિઝાઇન લાવતાં હોય છે. સામાજિક પ્રસંગે કે તહેવારોમાં સાડી પહેરવાનો ટ્રેન્ડ બદલાઈને હેવી ડિઝાઇનર કુરતા અને સલવાર પર અાવી ચૂક્યો છે. અાજકાલ સલવાર કુરતામાં ફ્રન્ટ કટ, મિડલ કટ કે સાઈડ કટની ફેશનનો ટ્રેન્ડ ઈન છે.

ફ્રન્ટ કટ-મિડલ કટ અેટલે શું
લોન્ગ કુરતી હોય કે શોર્ટ હોય, વચ્ચેથી કટ મારેલી કુરતી પહેરવાથી ખૂબ સુંદર દેખાય છે. લોેન્ગ કુરતીમાં ઢીંચણથી નીચે સુધી કટ રાખેલો હોય છે, જેના કારણે અંદર પહેરેલી લેગિંગ્સ પણ દેખાય છે. ઘેર વગરની સ્ટ્રેટ કુરતીમાં મિડલ કટ ખૂબ જ સુંદર લાગે છે. જે યુવતી કે વર્કિંગ વુમનની હાઈટ થોડી અોછી હોય તે અા કુરતી પહેરે તો પણ સુંદર લાગે છે. શોર્ટ કુરતીમાં વી કટ નૅક કરાવી કોઠાની નીચેના ભાગથી મિડલ કટ રાખવામાં અાવે છે. અાવી કુરતી લાંબી અને અોછી હાઈટવાળી અેમ બંને પ્રકારની સ્ત્રીઅો પહેરી શકે છે. અા કુરતી કે સલવાર ફ્રન્ટ કટ, મિડલ કટ, સાઈડ કટ, થ્રી કટ કે શોર્ટ કટ તરીકે અોળખાય છે.

અા કુરતા સાથે શું પહેરી શકાય
કુરતાઅોમાં અનેક નવી નવી ડિઝાઇન માર્કેટમાં જાેવા મળી જાય છે, જ્યારે અાજની જનરેશનને સ્ટાઈલ અને ફેશનમાં કંઈક અવનવું જાેઈતું હોય છે. અા વખતે ફ્રન્ટ કટ ડ્રેસિસ અને કુરતીની સ્ટાઈલ બજારમાં હોટ ફેવરિટ બની રહી છે. પ્લાઝો પેન્ટ, અેંકલ લેન્થ પેન્ટ, ચૂડીદાર, લેગિંગ્સ, નેરો પેન્ટ, લોન્ગ સ્કર્ટ વગેરે બધાં જ ઉપર લોન્ગ કે શોર્ટ કટ કુરતા પર પહેરી શકાય છે અને કંઈક અલગ લૂક પણ અાપે છે. અાટલું જ નહીં, લગ્ન સિઝનમાં ફ્રન્ટ કટની ફેશન ઈન છે. લગ્ન પ્રસંગે પહેરવામાં અાવતા લહંેગામાં ફ્રન્ટ કટની ફેશન ઈન છે. અા ફેશનેબલ કુરતી કોટન, સિલ્ક, બોરોકેટ કે અન્ય કોઈ પણ મટીરિયલમાં બની શકે છે.

અાંબાવાડીમાં બુટિક ધરાવતી ફેશન ડિઝાઈનર ધારા શાહ કહે છે કે, અા વખતે લગ્ન પ્રસંગમાં ફ્રન્ટ અને સાઈડ કટ કુરતીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જિન્સ, પ્લાઝો કે ચૂડીદાર પર મિડલ કટ કુરતીનો ક્રેઝ વધ્યો છે. વી શેપ અને યુ શેપ કટમાં કુરતી મળે છે. લગ્ન માટે ડિઝાઇનર કુરતીનો રેટ હોય છે. સિમ્પલ કુરતીનો રેટ રૂપિયા ૧૧૦૦થી શરૂ થતો હોય છે.

જ્યારે વૈશાલી શાહ કહે છે કે, ક્રોપ ટોપ બાદ હવે ફ્રન્ટ કટની ફેશન અા વર્ષે બજારમાં જાેવા મળી છે. ફ્રન્ટ કટ ટોપ જિન્સ પર તેમજ ચૂડીદાર પર પહેરી શકાય છે. જેથી ટ્રેડિશનલ અને વેસ્ટર્ન લૂક અાપે છે. દરેક ડિઝાઇનર સ્ટોરમાં હવે ફ્રન્ટ કટ કુરતી જાેવા મળે છે.

You might also like