શું તમે એસટીમાં મુસાફરી કરો છો, તો તમારા માટે છે જાણો શું છે ખુશખબર

અમદાવાદ: એસ.ટી. બસમાં અત્યાર સુધી બસ આવે તો જગ્યા ન મળે ત્યારે ઊભા રહેવાની તૈયારી સાથે મુસાફરી કરતા પ્રવાસીઓને હવે નવો વિકલ્પ મળશે. તેમને જે બસમાં મુસાફરી કરવાની છે તે પહેલાં તેઓ જાણી શકશે કે બસમાં કેટલી સીટો ખાલી છે. તે પ્રમાણે મુસાફર નક્કી કરી શકશે કે આવનારી બસમાં મુુસાફરી કરવી કે બીજી બસ પકડવી જેના કારણે બસમાં થતી ધક્કામુક્કી ટાળી શકાશે.
અત્યાર સુધીની અમદાવાદ સહિતની રાજ્યભરની એસ.ટી. બસની સ્થિતિ એવી હતી કે મુસાફરો એક સ્થેળેથી બીજા સ્થળે જવા માટે એસ.ટી. સ્ટેશન પર ઊભા હોય ત્યારે તેમને ખબર પડતી નહોતી કે બસમાં જગ્યા મળશે કે કેમ ? હવે એસ.ટી.એ તેની એપ્લિકેશનમાં વધારાનું એક ફીચર ઉમેર્યું છે. તે મુજબ મુસાફર હવે ઉપરના સ્ટેશનથી આવી રહેલી બસમાં કેટલી સીટો ખાલી છે તેની અગાઉથી જાણકારી મેળવી શકશે.

એસ.ટી.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં આ સેવા પ્રાયોગિક અને પ્રાથમિક ધોરણે શરૂ કરાઇ છે. અાગામી ટૂંક સમયમાં પૂરી રીતે રાજ્યભરમાં અમલી બનશે દરેક કંડકટર દ્વારા એ એપ્લિકેશનને સ્માર્ટ ફોન દ્વારા જ અપડેટ કરવામાં આવશે. જેમ કે અમદાવાદથી ઉપડેલી એસ.ટી. બસમાં બાકી રહેલી ખાલી સીટોની માહિતી પછીના સ્ટેશન માટે કંડકટર ભરશે એટલે જે તે સ્ટેશને રાહ જોઇ રહેલા
મુસાફરની એપ્લિકેશનમાં તે અપડેટ મળશે. હાલમાં અમદાવાદ ડેપોના પ૦૦થી વધુ કંડકટરોએ સ્ટેટસ અપડેટ કરવા માટે તાલીમ અપાઇ ચૂકી છે. જે કંડકટર પાસે સ્માર્ટફોન નથી તેમને તે લઇ લેવા જણાવી દેવાયું છે.

You might also like