રામોલ ગરનાળા પાસેથી રૂ.૧૬ લાખનો વિદેશી દારૂ પકડાયો

અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પાસે આવેલ રામોલ ગરનાળા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓની વટવા જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧૬ લાખનો દારૂ તથા બોલેરો પિકઅપ વાન અને એક્સેસ મળીને કુલ રૂ. ૧૯.૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વટવા જીઆઇડીસી પોલીસને બાતમી મળી હતી કે રામોલ ગરનાળા પાસે આરોપી લયેક મોહંમદ શેખ ગુજરાતની બોર્ડરમાંથી વિદેશી દારૂ લઇને આવ્યો છે, જે બાતમીના આધારે વટવા જીઆઇડીસી પોલીસે ગઇ કાલે ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા, જેમાં આરોપી લયેક મોહંમદ શેખ અને અન્ય બે આરોપીઓ 8 હજાર વિદેશી દારૂની બોટલ આરોપી ટીનો ઉર્ફે ટીનાલાલ અને હુસેન બાટલાને આપવા માટે બોલેરો પીકઅપ વાન તથા એક્સેસમાં ભરાવી રહ્યા હતા. પોલીસે વિદેશી દારૂની ડ‌િલિવરી સમયે ત્રણેય આરોપીને પકડી પાડ્યા છે જ્યારે ખોખરાના બુટલેગર ટીનો અને હુસેનને વોન્ટેડ જાહેર કર્યા છે.

You might also like