મિસાઇલ-હેલિકોપ્ટર અને સબમરીન બનાવશે અનિલ અંબાણીની કંપની

નવી દિલ્હી: અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપ ડિફેન્સ પ્રોજેક્ટમાં હાથ અજમાવવા જઇ રહી છે. કંપની મિલેટ્રી હેલિકોપ્ટર, મિસાઇલ સિસ્ટમ અને સબમરીન મેકિંગ જેવા ડિફેન્સ પ્રોજેક્ટ્સ મેળવવાના પ્રયત્નો કરી રહી છે. અનિલ અંબાણી રિલાયન્સને મેજર ડિફેન્સ કંપની તરીકે રજૂ કરવા માંગે છે. ગત કેટલાક વર્ષોમાં ઘણા પ્રોજેક્ટ્સ માટે કંપની બિડિંગ પણ કરી હતી. કંપનીના સિનિયર ઓફિસરોના અનુસાર રિલાયન્સ 84000 કરોડ રૂપિયાની બિડિંગમાં ભાગ લઇ ચૂકી છે. જો કે હજુ સુધી એકપણ પ્રોજેક્ટ હજુ સુધી પ્રાપ્ત કરી શકી નથી.

ભારત આગામી 10 વર્ષમાં 250 બિલિયન ડોલરના ડિફેન્સ કોન્ટ્રાક્ટ જાહેર કરવાની સ્થિતિમાં છે. તેને પોતાના સૈન્ય ઉત્પાદનોને અપગ્રેડ કરવા છે. જેને લઇને અનિલ અંબાણી ઉત્સાહિત છે. હાલમાં સ્વીડિશ કંપની સાબની સાથે મળીને રિલાયન્સ આગામી પેઢીનું કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવા પર કામ કરી રહી છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સે અડધો ડઝન વિદેશી કંપનીઓની સાથે સંયુક્ત ઉપક્રમમાં કામ કરવાનો કરાર કર્યો છે. તેમાં ઇઝરાઇલની રાફેલ એડવાસ્ડ સિસ્ટમ પણ સામેલ છે.

જો કે કંપનીને આ બાબતે સફળતા મળે છે કે નહી, તે બે બાબતો પર નિર્ભર કરશે. પહેલી વાત એ છે કે કંપનીને રણનીતિ સરકારી અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોને કઇ હદે સમજાવવામાં સફળ રહે છે કે તે જટિલ ઉપકરણ બનાવી શકે છે. બીજી એ પણ મહત્વપૂર્ણ છે કે નરેન્દ્ર મોદી દેશની એકદમ ધીમી લે-વેચ પ્રક્રિયાને કયા પ્રકારે ગતિ આપે છે.

અનિલ અંબાણી કહી ચૂક્યા છે કે આ ક્ષેત્રમાં કંપનીનો અનુભવ ન હોવાથી અડચણો આવી રહી છે. ડિફેન્સ પર થયેલા ‘મેક ઇન ઇન્ડીયા’ સમિટ દરમિયાન માર્ચમાં તેમણે કહ્યું હતું કે અમે જોયું છે કે ટોપ મોસ્ટ લેવલ પર પ્રતિબદ્ધ સુધારાત્મ માઇન્ડસેટ હોવાછતાં નવા ખેલાડીઓને અનુભવ ન હોવાથી તક મળતી નથી. પીએમ મોદીએ ડિફેન્સને મેક ઇન ઇન્ડીયા પ્રોગ્રામ હેઠળ મહત્વપૂર્ણ ઘટક રાખ્યો છે. કોઇપણ ડિફેન્સ સંબંધી કોન્ટ્રાક્ટ માટે તે ઇચ્છે છે કે વિદેશી કંપનીઓ સ્થાનિક કંપનીઓની સાથે ટાઇ-અપ કરે, ટેક્નોલોજી ટ્રાન્સફર કરે અને કેટલુંક ઉત્પાદન ભારતમાં પણ કરે.

You might also like