(એજન્સી) નવી દિલ્હી: સામાન્ય શ્રેણીના આર્થિક રીતેે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ)ના લોકોને ૧ ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ મળી શકશે. કેન્દ્ર સરકારની જે નોકરીઓની નિમણૂકની પ્રક્રિયાનું નોટિફિકેશન ૧ ફેબ્રુઆરી કે ત્યાર બાદ જારી થશે, તે તમામ જોબમાં સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને ૧૦ ટકા અનામત આપવામાં આવશે.
આ સંદર્ભમાં કેન્દ્ર સરકારના પર્સોનલ વિભાગે એક આદેશ જારી કરીને અનામત માટે જરૂરી નિયમોનો ઉલ્લેખ કર્યો છે. પર્સોનલ વિભાગ દ્વારા જારી કરાયેલા એક ઓફિસ મેમોરેન્ડમમાં જણાવાયું છે કે સામાન્ય વર્ગના જે લોકોએ અત્યાર સુધી કોઇ પણ પ્રકારનો અનામતનો લાભ લીધો નથી અને જેમના પરિવારની કુલ વાર્ષિક આવક રૂ.આઠ લાખ કરતાં ઓછી છે તે તમામ આ નવી અનામત વ્યવસ્થા હેઠળ પાત્ર ગણવામાં આવશે.
પર્સોનલ વિભાગના આદેશ અનુસાર અનામત માટે અરજી કરનાર વ્યકિત સાથે તેના માતા-પિતા, ૧૮ વર્ષથી નીચેની વયનાં ભાઇ બહેન, પત્ની અને સગીર બાળકોને પરિવારની કેટેગરીમાં ગણવામાં આવશે. આ ઉપરાંત અનામતની અરજીની તપાસ દરમિયાન પરિવારના તમામ સ્રોતની કુલ આવકની તપાસ કરવામાં આવશે.
આ દરમિયાન ખેતી, નોકરી, વેપાર અને અન્ય સ્રોતથી પરિવારની કુલ આવકનો સરવાળો કરવામાં આવશે અને જો તે રૂ.આઠ લાખથી ઓછી હશે તો જ અરજદારને અનામતનો લાભ મળશે. કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ પ્રસ્તાવ અનુસાર જે પરિવાર પાસે પાંચ એકર અથવા તેનાથી વધુ ખેતીલાયક જમીન અથવા ૧,૦૦૦ સ્કવેર ફીટ અથવા તેનાથી વધુ ક્ષેત્રફળ ધરાવતું ઘર હશે તો પણ તેમને અનામતનો લાભ આપવામાં આવશે નહીં.
સાથે સાથે જે લોકો પાસે ર૦૦ ગજથી વધુ નિગમની નોન શિડયૂલ જમીન હશે અથવા જેની પાસે ૧૦૦ ગજ કે તેનાથી વધુ શિડયૂલ જમીન હશે તેઓ પણ અનામતના દાયરાની બહાર ગણાશે.
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…