જો રાષ્ટ્રગીત સમયે રાહુલ કે કેજરીવાલે ચાલતી પકડી હોત તો ? ઓમર અબ્દુલ્લા

શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં પુર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રશિયામાં વડાપ્રધાનની ચુક પર રાજનીતિ ચાલુ કરી દીધી છે. અબ્દુલ્લાએ ગુરૂવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટર પર કહ્યું હતું કે રશિયામાં જે કાંઇ પણ થયું તેને વડાપ્રધાનની સામાન્ય ભુલ કહી શકાય છે. પરંતુ વિશ્વને યાદ રહેવું જોઇએ કે આવી જ એક ઘટના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સાથે થઇ ત્યારે તેમની સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન ત્રિરંગાને સલામી નહી આપવા બદલ અંસારીની ભારે ટીકા થઇ હતી. અબ્દુલ્લાએ એક ટ્વીટ કરીને જવાબ માંગ્યો હતો કે જેવી ભુલ વડાપ્રધાન મોદીએ કરી છે તેવી જ ભુલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અથવા તો કેજરીવાલે કરી હોત તો ? તેનું પરિણામ શું આવત ?
ઉલ્લેખનીય છે કે રશિયાની યાત્રા પર ગયેલાવડાપ્રધાન જ્યારે સેનાની એક ટુકડી દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું ત્યાર બાદ ” જન ગણ મન “ની ધુન વગાડવામાં આવી હતી. તે દરમિયાન મોદી ચુકથી આગળ વધી ગયા હતા હતા. જો કે આ ચુક તરફ ધ્યાન જતા એક રશિયન અધિકારીએ વિનમ્રતાથી તેનો હાથ પકડીને પોતાની પાસે ઉભા રાખ્યા હતા. મોદીને પણ રાષ્ટ્રગીતની ધુન સંભળાતા ત્યાર બાદ તેઓ પોતાની જગ્યા પર ટટ્ટાર ઉભા થઇ ગયા તા.

You might also like