ચીનની અનોખી પરંપરા, લગ્નબાદ પતિના મિત્રો ઉતારે છે પત્નીના કપડાં, જુઓ વીડિયો

દુનિયાભરમાં લગ્ન બાદ અનેક પ્રકારના રીતરિવાજો હોય છે. પરંતુ ચીનમાં એક અજીબોગરીબ પરંપરા જોવા મળી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ છે. જેમાં નવવધુના મિત્રો તેના પતીની હાજરીમાં જ નવવધુના કપડાં ઉતારે છે. ચીનના આ રીવાજ મુજબ વરના મીત્રો વધુને ચારે બાજુથી ઘેરીલે છે અને તેના કપડાં ઉતારવા લાગે છે. જે વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે.

વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે વર અને વધુ બેડ પર છે. કેટલાક મીત્રો વધુના કપડાં ઉતારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જ્યારે વધુ પોતાને બચાવવા માટે લાલ રંગની ચાદર ઓઢી લે છે. આ દરમ્યાન વધુ ચીસો પણ પાડે છે અને તેમનાથી બચવા માટે શરીરને ઢાંકવાનો પ્રયાસ પણ કરે છે. આ દરમ્યાન વધુ પણ અ સહજ અનુભવે છે. જ્યારે પતી પોતાના મિત્રોને આ બધુ બંધ કરવા કહેતો હોય છે.

લગભગ એક મિનિટના આ વીડિયો Moaopain નામના ચાઇનીઝ વીડિયો શેયરિંગ પ્લેટફોર્મ પર jin lun fawang 1209 નામના યુઝરે શેર કર્યો છે. આ વાયરલ વીડિયોને જોઇને કેટલાક લોકો હેરાન છે તો કેટલાક ગુસ્સે પણ છે.

You might also like