યુવાનને નાસ્તો કરવા લઇ જઇ મિત્રોએ જ દગો કરી મોતને ઘાટ ઉતારી દીધો

અમદાવાદ, શુક્રવાર
રાજકોટના જ્યુબિલી ચોકમાં ગઇ મોડી રાતે એક યુવાનની તેના મિત્રોએ જ કરપીણ હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેરના ભિસ્તીવાડમાં રહેતો અને ખાનગી કંપનીના શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો અસગર ઉર્ફે મોહસીન હનીફભાઇ જુનેજા નામના ૩૦ વર્ષના યુવાનને ગઇ રાત્રે ૧-૩૦ના સુમારે તેના ઘર નજીક રહેતા તેની જ કોમના તેના નવ જેટલા મિત્રોએ નાસ્તો કરવા માટે જ્યુબિલી ચોક લઇ ગયા હતા.

ગઇ મોડી રાતે ર-૩૦ના સુમારે આ તમામ નાસ્તો કરી જ્યુબિલી ચોક ખાતે ઊભા હતા ત્યારે અસગર અને તેના અન્ય મિત્રો વચ્ચે જૂૂની અદાવતના કારણે બોલાચાલી થતાં અગાઉથી ઘડેલા કાવતરા મુજબ નવ જેટલા શખ્સોએ અસગરને પ્રથમ ઢોર મારી ત્યારબાદ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અસગરની કરપીણ હત્યા કરી હતી.

અસગરની હત્યા કર્યા બાદ તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઇ લાશને પી.એમ. માટે મોકલી આપી નાસી છૂૂટેલા હત્યારાઓની સઘન શોધખોળ શરૂ કરી છે.

You might also like