મિત્રોને લગ્નની તસવીરો મોકલી તો પતિઅે ડિવોર્સ અાપ્યા

રિયાધ: સાઉદી અરબિયામાં એક લગ્ન માત્ર બે કલાકની અંદર તૂટી ગયાં, કેમ કે તેનું કારણ અે હતું કે દુલહને પોતાનાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. દુલહન તરફથી સ્નેપચેટ પર તસવીરો જારી કરવાના કારણે યુવક ગુસ્સે ભરાયો હતો અને તેણે લગ્નના બે કલાકની અંદર જ તલાક અાપી દીધા.

પત્ની તરફથી પોતાની મહિલા મિત્રોને સ્નેપચેટ પર તસવીરો મોકલવાથી ગુસ્સે ભરાયેલા યુવકે તલાકનો કેસ દાખલ કરી દીધો. સાઉદી મીડિયા મુજબ બંનેની વચ્ચે સેરેમનીની તસવીરો શેર ન કરવાને લઈને વાતચીત થઈ હતી.  ડેઇલી મેઇલના રિપોર્ટ મુજબ યુવતીના ભાઈઅે જણાવ્યું કે મારી બહેન અને તેના પતિ વચ્ચે લગ્ન પહેલાં એ વાતને લઈને કરાર થયો હતો કે તે સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પોતાની તસવીરો કે વીડિયો પોસ્ટ કરવા કે કોઈને મોકલવા નહીં કરે.

યુવતીના ભાઈઅે કહ્યું કે અા વાત લગ્નના કરારમાં પણ સામેલ હતી. દુર્ભાગ્યથી મારી બહેને અા શરતને ન નિભાવી અને લગ્ન સેરેમનીની તસવીરો પોતાના મિત્રોને સ્નેપચેટ દ્વારા મોકલી દીધી. અા કારણે તેના પતિઅે ચોંકાવનારો નિર્ણય કરતાં લગ્ન રદ કરવાનું નક્કી કર્યું. યુવકના અા નિર્ણયના કારણે દુલહનનાં પરિવારજનો ખૂબ જ નારાજ છે અને તેમનું કહેવું છે કે અા પ્રકારની શરત અન્યાયપૂર્ણ હતી.

દુલહનનાં પરિવારજનોનું કહેવું છે કે તેમની પાસે તલાક માટે ઠોસ અાધાર છે. ઉલ્લેખનીય છે કે અા વર્ષની શરૂઅાતમાં સાઉદી અરબમાં એક યુવકે અે અાધાર પર ડિવોર્સનો કેસ દાખલ કર્યો હતો, કેમ કે તેની પત્ની મોબાઈલ પર મેસેજ કરવામાં વ્યસ્ત રહેતી હતી.

You might also like