પ.બંગાળના બશીરહાટમાં ફરી હિંસા ભડકીઃ ટિયરગેસના શેલ છોડાયા

કોલકાતા: પ.બંગાળના બશીરહાટમાં ગઈકાલે ફરી હિંસા ભડકી ઉઠી હતી. જેમાં પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે ટોળાને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરી ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.બીજી તરફ ઉત્તર 24 પરગણા જિલ્લાના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતી ઘીમેઘીમે થાળે પડી રહી છે. જોકે બીજી તરફ એક મુસ્લિમ નેતાએ આક્ષેપ કર્યો છે કે ભાજપ અને આરએસએસના કેટલાંક નેતાઓની હાજરીમાં આ તોફાન થઈ રહયા છે.

આ અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે જિલ્લાના બાદુરિયામાં કોમી તોફાન થયા બાદ બશીરહાટ કસ્બા અને સ્ટેશન વિસ્તારમાં ફરી તણાવની સ્થિતી ઉભી થઈ હતી. જેમાં તોફાનીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ભીડને કાબૂમાં લેવા ટિયરગેસના શેલ છોડવા પડ્યા હતા. તેમજ લાઠીચાર્જ કર્યો હતો. જોકે પોલીસના આ કાર્યવાહીમાં કોઈને ઈજા થયાના અહેવાલ નથી. તેમણે વધુમા જણાવ્યુ હતુ કે બાદુરીયા અને આસપાસના વિસ્તારમાં એક ફેસબુક પોસ્ટને લઈને આ હિંસા ફેલાઈ હતી.

જોકે બાદમાં પોલીસ અને સુરક્ષાદળોની ટીમ આવી જતા પરિસ્થિતી થાળે પડી હતી.બીજી 24 પરગણા જિલ્લામાં આવી કોઈ ઘટનાના અહેવાલ નથી.હાલ આ વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયેલો છે. ગત સપ્તાહમાં એક યુવાન દ્વારા કરવામા આવેલી ફેસબુક પોસ્ટ બાદ બાદુરિયા અને તેની આસપાસના કેવશા બજાર, બાંસતલા, રામચંદ્રપુર, અને તેતુલિયમાં કોમી તોફાન થયા હતા. જેમાં આરોપી યુવાનની ધરપકડ બાદ આ વિસ્તારમાં તંગદીલી વ્યાપી ગઈ હતી. જેમાં લોકોએ દુકાનોને આગચંપી કરી તોડફોડ મચાવી હતી. બીજી તરફ આ તોફાનોને લઈને વધુ તંગદિલી ફેલાય નહિ તે માટે આવિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો.

http://sambhaavnews.com/

You might also like