CBI અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ FIR, 2 કરોડની લાંચ લેવાનો ગંભીર આરોપ

વડોદરાઃ શહેરમાં પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં CBIનાં સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ બે કરોડનાં લાંચ કેસમાં ફરિયાદ દાખલ થઈ છે. ત્યારે હવે CBIએ રાકેશ અસ્થાના સાથે સંકળાયેલા લોકોની પૂછપરછની કાર્યવાહી તેજ કરી છે. જેમાં કેટરિંગ સર્વિસવાળા સહિત 11 જેટલા બિઝનેસમેનની પૂછપરછ હાથ ધરાઇ છે.

મહત્વનું છે કે તાજેતરમાં માંસનો વ્યવસાય કરતા મોઈન કુરૈશી નામના વેપારી પાસેથી રાકેશ અસ્થાનાએ બે કરોડની લાંચ લેવાનો મામલો સામે આવ્યો છે. મીટ કારોબારી મોઈન ખાનને ક્લિનચીટ આપવાના કથિત રીતે લાંચ કેસમાં રાકેશ અસ્થાના ઘેરાઈ ગયાં છે.

જેમાં વચેટીયા મનોજ કુમારે 2 કરોડ માંસનાં વેપારી વતી રાકેશ અસ્થાનાને આપી હોવાની કબૂલાત કરી છે. માંસનો વેપારી કરતા વેપારી વિરુદ્ધ રાકેશ અસ્થાના CBIનાં સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશનમાં ફરજ બજાવતા હતાં. તેવાં સમયે કાર્યવાહી હાથ ધરી હતી.

સુત્રોનાં જણાવ્યાં અનુસાર CBIનાં એન્ટી કરપ્શન યુનિટે આ સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં કુખ્યાત મીટ એક્સપોર્ટર મોઇન કૂરેશી સામે ચાલી રહેલાં એક વિવાદિત કેસને દબાવી દેવાનો આરોપ લાગ્યો છે. તે માટે વચેટિયા મનોજ કુમાર મારફતે લાંચ લેવાનો રાકેશ અસ્થાના પર કથિત આરોપ લાગ્યો છે. જે મામલાને રફેદફે કરવા લાંચ લેધી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે CBIએ રાકેશ અસ્થાના વિરૂદ્ધ તપાસનો ધમધમાટ પણ શરૂ કરાયો છે.

મનોજ કુમારનાં કૉલ ઇન્ટરસેપ્ટ કર્યાં બાદ આ સમગ્ર ઓપરેશનમાં રાકેશ અસ્થાના પર તપાસનું સ્કેનર પહોંચ્યું હતું. જેમાં 15 ઓક્ટોબરે વચેટિયા મનોજકુમાર સામે FIR પણ દાખલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત થોડા વર્ષ અગાઉ રાકેશ અસ્થાનાની દીકરીનાં વડોદરાનાં લક્ષ્મીવિલાસ પેલેસનાં વિશાળ પ્રાંગણમાં લગ્ન યોજાયા હતાં. જેમાં કેટરિંગ સંચાલક મનિષ ઠક્કર, લક્ષ્મીવિલાસ પેલેસનું પ્રાંગણ ભાડે આપનાર એજન્સીનાં સંચાલક તેમજ રાજવી પરિવારનાં સભ્ય ઉપરાંત 11 બિઝનેસમેનની CBIએ પૂછપરછ કરવામાં આવી છે. તો બીજી બાજુ CBIએ સ્ટર્લિંગ ગ્રુપ અને રાકેશ અસ્થાના વચ્ચેનાં પારિવારીક સંબંધનાં પુરાવા એકઠા કરવાની પણ કાર્યવાહી હાથ ધરી છે.

Dhruv Brahmbhatt

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago