હવે પહેલા પાસપોર્ટ અપાશે પછી પોલીસ વેરિફિકેશન થશે!

નવી દિલ્હી: પાસપોર્ટ બનાવવાનાં કામમાં ઝડપ લાવવાનાં લક્ષ્ય સાથે કેન્દ્ર સરકારે જણાવ્યું કે પ્રવાસ દસ્તાવેજ ઇશ્યૂ થયા બાદ જ પોલીસ વેરિફિકેશન કરવામાં આવશે, પરંતુ અરજી વખતે ઓળખપત્ર સાથે સંકળાયેલ કેટલાક જરૃરી દસ્તાવેજો જમા કરનારાઓની બાબતમાં જ આવું થશે. પાસપોર્ટ ઇશ્યૂ કરવા માટે પોલીસ વેરિફિકેશન પ્રક્રિયાને સુધારવા તેમજ તેને સરળ બનાવવાનાં સરકારનાં પ્રયાસો હેઠળ આવું કરવામાં આવી રહ્યું છે.

વિદેશ મંત્રાલયનાં નિવેદનમાં જણાવાયું છે, તેથી પહેલી વખત અરજી કરનારાઓએ, જેઓ આધાર કાર્ડ, મતદાર ઓળખ પત્ર, કાયમી ખાતા નંબર (પાન) કાર્ડ અને એક સોગંદનામુ ધરાવે છે બાદમાં પોલીસ વેરિફિકેશનના આધારે પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવશે. તેનાથી વગર કોઈ વધારાની ચુકવણીએ ઝડપથી પાસપોર્ટ ઇશ્યૂ થઈ શકશે.  આધાર કાર્ડ નંબરનાં સફળ ઑનલાઇન વેરિફિકેશન બાદ જ આ પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવશે. જરૂર પડ્યે મતદાર ઓળખપત્ર તથા પાન કાર્ડનું વેરિફિકેશન પણ કરી શકાય છે.

You might also like