કાશ્મીરના અનંતબાગ અને ત્રાલમાં ફરીથી હિંસા, 20 ઘાયલ

શ્રીનગર: ઓલ પાર્ટી ડેલીગેશનના કાશ્મીર પ્રવાસના એક દિવસ પહેલા શનિવારે ફરીથી ઘાટીના ઘણા વિસ્તારોમાં હિંસક સંઘર્ષ થયો છે. પ્રદર્શનકારીઓની સુરક્ષાબળો સાથેન અથડામણમાં ઓછામાં ઓછા ૨૦ લોકો ઘાયલ થયા છે. અલગાવવાદીઓએ ઓલ પાર્ટી ડેલીગેશનના વિરોધમાં માર્ચનું આહ્વાન કર્યું છે. પ્રદર્શનકારીઓને હટાવવા માટે સુરક્ષાબળોએ કાર્યવાહી કરી જેમાં ૨૦ લોકો ઘાયલ થઇ ગયા છે.

કાશ્મીર ઘાટીમાં લગભગ ૨ મહિનાથી ચાલી રહેલ તણાવની પરિસ્થિતિને શાંત પાડવા માટે ઓલ પાર્ટી ડેલીગેશન ૪ સપ્ટેમ્બરે શ્રીનગર આવશે. આ ડેલીગેશનનું નેતૃત્વ રાજનાથ સિંહ કરશે. આ ડેલીગેશન ૪ અને ૫ સપ્ટેમ્બરે કાશ્મીરમાં રહેશે.

આ પહેલા શનિવારે દિલ્હીમાં ઓલ પાર્ટી ડેલીગેશનના કાશ્મીર પ્રવાસ પહેલા સર્વપક્ષીય બેઠક કરવામાં આવી છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં થયેલ આ બેઠકમાં કોંગ્રેસ નેતા અંબિકા સોની, ગુલામ નબી આઝાદ, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ, શરદ યાદવ સહીત તમામ દળોના નેતા હાજર રહ્યા હતાં. રાજનાથ સિંહે કહ્યું કે, કાશ્મીરમાં શાંતિ માટે દરેક લોકો સાથે વાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પ્રવાસ પરથી પરત ફરીને ફરીથી દિલ્હીમાં બેઠક કરવામાં આવશે.

તારિક અનવરે કહ્યું કે સર્વદળીય પ્રતિનિધિમંડળનો એજન્ડા ત્યાં જઇને તે જોવાનું છે કે જમ્મુ કાશ્મીરમાં જે સ્થિતી ખરાબ થઇ છે તે કઇ રીતે યોગ્ય થાય છે. કઇ રીતે પરિસ્થિતી શાંત પડે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે સરકારે અલગ અલગ પક્ષોના નેતાઓનાં પ્રતિનિધિમંડળની યાદી તૈયાર કરી છે.

સરકારે અલગ અલગ દળોના નેતાઓના ડેલિગેશનની લિસ્ટ પણ તૈયાર કરી લીધું છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાતમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. આ પહેલા મહેબૂબા મુફ્તી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને કાશ્મીર ઘાટીમાં હિંસાની વિસ્તૃત જાણકારી વડાપ્રધાનને આપી ચૂક્યા છે.

You might also like