જમ્મૂ: પૂંછના શાહપુર સેકટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરાયું

જમ્મૂ: આજરોજ સવારે જમ્મૂના પૂંછના શાહપુર સેકટરમાં સરહદ પર પાકિસ્તાન તરફથી યુધ્ધવિરામનો ભંગ કરતા ભારે ફાયરિંગ કરવામાં આવ્યું. આ અગાઉ પણ શનિવારે પૂંછ જિલ્લાના ગુલપુર, દેગવાર ખડી કરમાડા સેકટરોમાં ભારતીય ચોકી તેમજ રહેણાંક વિસ્તારને નિશાન બનાવતા મોર્ટારનું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે શુક્રવાર સાંજથી પૂંછ જિલ્લામાં આ સેકટરો પર પાકિસ્તાન દ્વારા રહેણાક વિસ્તારમાં ભારે ફાયરિંગ કરવામાં આવ્યું હતુ.

આ ફાયરિંગમાં સ્થાનિક એક નાગરિકનું મોત થયું હતું. છેલ્લા એક મહિનાથી શાંત રહેલી સ્થિતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત કરાઇ રહેલા ફાયરિંગના કારણે લોકોમાં ફરી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
http://sambhaavnews.com/

You might also like